________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિગ્રહ-ત્યાગ
૩૦૭ તમારે સર્વથા મુક્તિ મેળવવાની છે, એ વાત યાદ રાખો. હા, આ શરીર પણ પૌલિક છે, એનાં નિયંત્રણમાંથી પણ છૂટવાનું છે.. પછી બીજા પૌગલિક પદાર્થોની તો વાત જ ક્યાં! જે પૌગલિક પદાર્થોનો સંગ અનિવાર્ય છે, તેના સંગમાં પણ, એનું તમારા પર નિયંત્રણ ન જોઈએ, તમારું એના પર નિયંત્રણ જોઈએ.. પુદ્ગલ પર તમારું નિયંત્રણ રાખીને એનાથી નિરપેક્ષવૃત્તિ બનીને રહો તો જ જ્ઞાનાનન્દમાં ડૂબી શકશો.
चिन्मात्रदीपको गच्छेत निर्वातस्थानसंनिभैः ।
निष्परिग्रहतास्थैर्य धर्मोपकरणैरपि ।।७।।१९९।। અર્થ : જ્ઞાનમાત્રનો દીપક, પવનરહિત સ્થાનના જેવા ધર્મનાં ઉપકરણો વડે પણ પરિગ્રહત્યાગરૂપ સ્થિરતાને પામે છે. વિવેચનઃ દીપક,
છાલિયામાં ઘી ભરેલું છે અને સુતરની દિવેટ છે. જ્યોતિ ઝળહળી રહી છે, પવનનો કોઈ સુસવાટો નથી, જ્યોતિનો કોઈ ધ્રુજારો નથી. એ સ્થિર છે ને પ્રકાશ પાથરી રહી છે.
તત્ત્વજ્ઞોએ, મહર્ષિઓએ, વિચારકોએ જ્ઞાનને દીપકની ઉપમા આપી છે. સ્થૂલ જગતમાં જેમ દીપકના પ્રકાશની આવશ્યકતા છે, તેમ આત્માના સૂમ જગતમાં જ્ઞાનદીપકના પ્રકાશની આવશ્યકતા હોય છે. પરંતુ નિદ્રામાં મનુષ્ય પ્રકાશને નથી ચાહતો! મોહનિદ્રામાં તેવી જ રીતે જીવ જ્ઞાનપ્રકાશ નથી ચાહતો... અજ્ઞાનના અંધકારમાં જ મોહની નિદ્રા ઘસઘસાટ આવે છે!
દીપક સ્થિર રહે તો પ્રકાશ પાથરી શકે-તેમાં ઘી-તેલ હોય અને તે પવનરહિત જગામાં મૂકેલો હોય. જ્ઞાનદીપક માટે આ બે શરત અનિવાર્ય છે! જ્ઞાનદીપકનું ઘી-તેલ છે સુયોગ્ય ભોજન. જ્ઞાનદીપકનું પવનરહિત સ્થાન છે ધર્મનાં ઉપકરણ.
હા, જ્ઞાનોપાસના નિરંતર ચાલતી રહે, ધર્મધ્યાન અને ધર્મચિંતન નિરાબાધ ગતિ કરતું રહે, એ માટે તમે શ્વેત, અલ્પ મૂલ્યવાળા અને જીર્ણ વસ્ત્ર પહેરો છો, એ પરિગ્રહ નથી! સતત સ્વાધ્યાયનું ગુંજન ચાલતું રાખવા માટે તમે વસ્ત્રપાત્ર વગેરે ગ્રહણ કરો, તે પરિગ્રહ નથી. વસ્ત્ર-પાત્ર વગેરે ધર્મસાધનોને ગ્રહણ કરનામાં શરત છે :
For Private And Personal Use Only