________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
ફાનસાર 'आग्रही बत निनीषति युक्तिं तत्र यत्र मतिरस्य निविष्टा।
पक्षपातरहितस्य तु युक्तिर्यत्र तत्र मतिरेति निवेशम् ।। આગ્રહી પુરુષનું એ લક્ષણ હોય છે કે જ્યાં એની મતિ હોય છે ત્યાં યુક્તિને લઈ જાય છે. પક્ષપાતરહિત પુરુષ જ્યાં યુક્તિ હોય છે, ત્યાં મતિને લઈ જાય છે.”
પક્ષનો, સંપ્રદાયનો, પંથનો, ગચ્છનો આગ્રહ-પક્ષપાત, યુક્તિને દિમાગમાં પ્રવેશવા દેતો નથી. યુક્તિશૂન્ય સ્વપક્ષની વાતનો દુરાગ્રહ મનુષ્યને મધ્યસ્થ બનવા દેતો નથી. અરે, દુરાગ્રહી મનુષ્ય તો ત્યાં સુધી વિચારે છે કે “જો હું બીજા પંથની યુક્તિયુક્ત વાતો સાંભળીશ અને મારા મનમાં તે જચી જશે તો મારું સમકિત ચાલ્યું જશે!” માટે તે યુક્તિપૂર્ણ વાતો સાંભળવા પણ ચાહતા નથી!
હા, યુક્તિની યથાર્થતાની પરીક્ષા કરતાં આવડવી જોઈએ, યુક્તિ બે પ્રકારની હોય છે : (૧) સતર્ક, અને (૨) કુતર્ક. કોને સતર્ક કહેવાય અને કોને કુતર્ક કહેવાય, એ સમજવાની સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ.
દરેક મત અને પંથ, જે પ્રત્યેક કાળે નીકળ્યા કરે છે, તે કોઈને કોઈ તર્કનો સહારો લઈને નીકળે છે. પોતાના કોઈ વિચારને પુષ્ટ કરનારી યુક્તિ અને ઉદાહરણ મળી જતાં મત યા પંથ પ્રગટ થાય છે અને એ યુક્તિનીઉદાહરણની યથાર્થતા-અયથાર્થતાનો નિર્ણય કરવામાં અસમર્થ જીવો એ મત યા પંથમાં ભળે છે! પરંતુ આવા મન:કલ્પિત મતો યા પંથો, કે જે કુતર્કના આધાર પર ઊભા થયેલા હોય છે તે, ચાતુર્માસકાળમાં પેદા થતાં અળસિયાં જેટલું આયુષ્ય ભોગવી નષ્ટ થઈ જાય છે! અથવા તો અજ્ઞાન અને અબુધ જીવોના ક્ષેત્રમાં એ પંથ વિસ્તર્યે જાય છે.
કુતર્કને સુતર્ક સમજી સરળ જીવ કુતર્ક તરફ ખેંચાઈ જાય છે; તો ક્યારેક સુતર્કને કુતર્ક સમજી સુતર્કથી દૂર ફેંકાઈ જાય છે. સુતર્કને સુતર્કના સ્વરૂપે અને કુતર્કને કુતર્કના સ્વરૂપે સમજવાની ક્ષમતાવાળો જીવ જ મધ્યસ્થ દષ્ટિને પામી શકે છે.
યથાર્થ વસ્તુ-સ્વરૂપનો બોધ કરવા માટે યુક્તિનો સહારો લેવો જોઈએ અને યુક્તિને યથાર્થરૂપે સમજવા યુક્તિની પરિભાષાને પણ સમજવી જોઈએ; અન્યથા મિથ્યા ભ્રમણાઓમાં ભ્રમિત બની જવાય. ‘શિવભૂતિ'ની એ જ દશા થઈ હતી ને! રથવીરપુર નગરમાં આચાર્યશ્રી આર્યકુષ્ણનો શિષ્ય શિવભૂતિ, ‘જિનકલ્પના શાસ્ત્રીય વિવેચનને પોતાની મતિકલ્પના તરફ ખેંચી ગયો. ગુરુદેવ આર્યકૃષ્ણ આચાર્ય ભગવંતે અનેક યુક્તિઓ આપી કે જે
For Private And Personal Use Only