________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધ્યસ્થતા
૧૭૩
વિરક્ત બન્યા પછી પણ અસત્ તત્ત્વો પ્રત્યે રાગ અને સત્ તત્ત્વો પ્રત્યે દ્વેષ, તેને મધ્યસ્થ બનવા દેતા નથી. અસત્ તત્ત્વને સત્ તત્ત્વ સિદ્ધ કરવા અને સત્ તત્ત્વને અસત્ સાબિત કરવા તે કુતર્કોનો આશ્રય લે છે! અહીં ક્યાં આવી મધ્યસ્થતા?
શું જમાલિમાં સુવિરક્તિ અને ભોગવિમુખતા ન હતી? છતાં રાગ અને દ્વેષથી તે પર ન બની શક્યો, કારણ કે અસત્ તત્ત્વનો રાગ અને સત્ તત્ત્વ પ્રત્યે દ્વેષ હતો. તેને કેટલા મનુષ્યોના ઉપાલંભ સાંભળવા પડ્યા? ખુદ પરમાત્મા મહાવીરદેવનો ઉપાલંભ તેને મળ્યો. પત્ની આર્યા પ્રિયદર્શનાએ તેનો ત્યાગ કર્યો...સેંકડો શિષ્યોએ તેને ત્યજી દીધો... છતાં તે મધ્યસ્થ ન બન્યો, તે ન જ બન્યો! અસત્ તત્ત્વને સિદ્ધ કરવા તેણે સેંકડો કુતર્કના કાંકરા ઉછાળ્યા... અસનું તત્ત્વનો દૃઢ પક્ષપાતી બની ગયો.
પ્રિયદર્શનાને કુંભકાર-શ્રાવકે મધ્યસ્થ બનાવી દીધી હતી. કુતર્કનો ત્યાગ કરી પ્રિયદર્શના પિતા-પરમાત્માના ચરણોમાં પહોંચી રાગ-દ્વેષરહિત પરમ મધ્યસ્થભાવને ધારણ કરનારી બની.
જ્યાં સુધી કર્મજન્ય ભાવોમાં ૨મણતા છે, ત્યાં સુધી મધ્યસ્થતા ન આવે. આત્માના સ્વાભાવિક ગુણોમાં રમણતા એ જ મધ્યસ્થપણું છે. સ્વભાવનો ત્યાગ એ જ મોટો ઉપાલંભ-ઠપકો સમજવો જોઈએ. પરમાર્થ એ છે કે રાગદ્વેષથી પર બનવા કુતર્કનો ત્યાગ કરવો જોઈએ.
मनोवत्स युक्तिगवीं मध्यस्थस्यानुधावति ।
तामाकर्षति पुच्छेन तुच्छाग्रहमनः कपिः ।।२ । । १२२ । ।
અર્થ : મધ્યસ્થ પુરુષનો મનરૂપી વાછરડો યુક્તિરૂપી ગાયની પાછળ દોડે છે. તુચ્છ આગ્રહવાળા પુરુષનો મનરૂપી વાંદરો યુક્તિરૂપી ગાયને પૂંછડા વડે ખેંચે છે. વિવેચન : મધ્યસ્થ પુરુષનું મન વાછરડું છે. યુક્તિ એ ગાય છે. ગાયની પાછળ વાછરડું દોડે છે.
મિથ્યાગ્રહી મનુષ્યનું મન વાંદરો છે. યુક્તિ એ ગાય છે. વાંદરો ગાયનું પૂંછડું પકડીને ખેંચે છે.
મધ્યસ્થ પુરુષ યુક્તિ તરફ આકર્ષાય છે, દુરાગ્રહી યુક્તિને પોતાના તરફ ખેંચે છે; અર્થાત્ પોતાની દૃઢ માન્યતા તરફ તે યુક્તિને તોડમરોડ કરી ખેંચે છે. શ્રી હારિભદ્રીઅષ્ટકમાં કહ્યું છે :
For Private And Personal Use Only
'