________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિસાર
૩૪૨
यः कर्महुतवान् दीप्ते ब्रह्माग्नौ ध्यानध्याय्यया।
स निश्चतेन यागेन नियागप्रतिपत्तिमान् ।।१।।२१७ ।। અર્થ ? જેણે પ્રદીપ્ત કરેલા બ્રહ્મરૂપ અગ્નિમાં ધ્યાનરૂપ વેદની ઋચા (મંત્રો વડે કર્મને હોમ્યાં છે તે મુનિ નિર્ધારિત ભાવયજ્ઞ વડે નિયોગને પ્રાપ્ત થયેલા છે. વિવેચન : યજ્ઞ! જૈન ધર્મમાં યજ્ઞ?
હા, ચમકશો નહીં, અહીં એવો દિવ્ય યજ્ઞ બતાવવામાં આવે છે કે તે જોઈને તમે ડોલી ઊઠશો. અહીં વેદોની વિકૃતિમાંથી પેદા થયેલા યજ્ઞ નથી. નથી અશ્વમેઘ યજ્ઞ કે નથી પિતૃમેઘ યજ્ઞ, નથી જડ હિંસાત્મક ક્રિયાકાંડ કે નથી અજ્ઞાન જીવોનો બલિ ચઢાવવાનો પ્રપંચ.
શ્રી હેમચન્દ્રસૂરિજીએ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'માં હિંસક યજ્ઞની ઉત્પત્તિ નારદજીના મુખે રાવણને સંભળાવી છે. વૈરનો બદલો લેવાના તીવ્ર કષાયમાંથી હિંસક યજ્ઞ પેદા થયાનો રોમાંચક ઈતિહાસ બતાવ્યો છે.
જૈનેતર સંપ્રદાયોમાં યજ્ઞની ઉત્પત્તિ અંગે ભિન્ન ભિન્ન મંતવ્યો પ્રવર્તે છે. એક મંતવ્ય આ છે : પ્રલયથી પૃથ્વી બચી ગઈ તે પછી વૈવસ્વત મનુએ સર્વપ્રથમ યજ્ઞ કર્યો. ત્યારથી આર્ય પ્રજાઓમાં સૂર્યના પૃથ્વી ઉપરના પ્રતિનિધિ તરીકે અગ્નિને આહુતિ આપવાની પરંપરા પડી... બ્રાહ્મણગ્રંથો મુખ્યત્વે યજ્ઞની ઝીણી ઝીણી કર્મકાંડી વિગતોનું વિધાન કરે છે.
જેમ ઉપનિષદોએ યજ્ઞને જડ વિધિના બદલે રૂપક તરીકે ઘટાવ્યા છે, તેમ અહીં પૂજ્ય ઉપાધ્યાયજી પણ યજ્ઞને રૂપક તરીકે ઘટાડે છે. જુઓ આ રહ્યું રૂપક :
જાજ્વલ્યમાન બ્રહ્મ અગ્નિ છે. ક ધ્યાન (ધર્મ, શુક્લ) વેદની ઋચા છે.
કર્મ (જ્ઞાનાવરણાદિ) સમિધ (લાકડાં) છે. બ્રહ્મરૂપ અગ્નિમાં ધ્યાનરૂપ વેદની ઋચાઓના ઉચ્ચારણપૂર્વક જ્ઞાનાવરણ આદિ કર્મોનો હોમ કરો તે નિયાગ છે. નિયાગ એટલે ભાવયજ્ઞ. કેવળ ક્રિયાકાંડ તે દ્રવ્યયજ્ઞ છે. નિયાગ (ભાવયજ્ઞ) કરનાર મુનિ કેવો હોય, તેનું વ્યક્તિત્વ “ઉત્તરાધ્યયન' સૂત્રમાં બતાવ્યું છે.
For Private And Personal Use Only