________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાન
૪૫ રસાયણશાસ્ત્રીઓ કહે છે કે “રસાયણ ઔષધિ-જનિત હોય છે. રાજામહારાજાઓ માને છે કે “ઐશ્વર્ય હાથી-ઘોડા-સોનું ચાંદી વગેરેમાં સમાયેલું છે.'
જ્ઞાની મહાપુરુષોનું કથન છે કે “જ્ઞાન “અમૃત” હોવા છતાં તે સમુદ્રમાંથી પ્રગટેલું નથી! જ્ઞાન રસાયણ હોવા છતાં ઔષધિમાંથી બનેલું નથી! જ્ઞાનમાં ઐશ્વર્ય હોવા છતાં તેમાં હાથી, ઘોડા કે સોના-ચાંદીની અપેક્ષા નથી.'
સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલું ‘અમૃત” મનુષ્યને મૃત્યુથી બચાવી શકતું નથી... જ્ઞાનામૃત મનુષ્યને અમર બનાવી શકે છે. ઔષધિજનિત રસાયણ મનુષ્યને વ્યાધિ અને વૃદ્ધાવસ્થાથી બચાવી શકતું નથી, જ્ઞાનરસાયણ જીવને અનંત યૌવન આપી શકે છે. હાથી, ઘોડા અને સોના-ચાંદીનું ઐશ્વર્ય જીવને નિર્ભય બનાવી શકતું નથી. જ્ઞાન-ઐશ્વર્ય જીવને સદૈવ... પ્રતિસમય નિર્ભયતા અર્પણ કરે છે.
તો પછી શા માટે ભૌતિક અમૃત, રસાયણ અને ઐશ્વર્યની સ્પૃહા કરવી? શા માટે એની પાછળ તન-મન-ધનની શક્તિઓને વેડફી નાખવી? શા માટે એની પાછળ ઈર્ષ્યા-રોષ-મત્સર-સ્નેહ-ગૃદ્ધિ-મૂચ્છ કરી પાપ ઉપાર્જન કરવું? શા માટે એની ખાતર અન્ય જીવો સાથે વેર બાંધવું? શા માટે મહામૂલ્યવંત માનવજીવનને બરબાદ કરી નાખવું? આ માનવજીવન તો જ્ઞાનામૃત, જ્ઞાનરસાયણ અને જ્ઞાનઐશ્વર્ય પ્રાપ્ત કરીને ઉન્નત બનાવવાનું છે, એની જ સ્પૃહા કરવાની છે. એ મેળવવા પાછળ જ તન-મન-ધનની શક્તિઓ ખર્ચી નાખવાની છે.
આવું જ્ઞાન પ્રગટે છે આત્મામાંથી, પ્રગટાવવાનાં સાધનો છે દેવ, ગુરુ અને ધર્મની સાધનાઓ. દેવ, ગુરુ અને ધર્મની ઉપાસના દ્વારા જ આત્મામાંથી જ્ઞાન-અમૃત, જ્ઞાન-રસાયણ અને જ્ઞાન-ઐશ્વર્ય પ્રગટે છે. તેનાથી આત્મા પરમ તૃપ્ત બને છે, પરમ આરોગ્યને પ્રાપ્ત કરે છે. પરમ શોભાને ધારણ કરે છે.
For Private And Personal Use Only