________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેક
૧૬૯ વિનિયોગ કરી દેવો જોઈએ. આત્મા...આત્મગુણો અને આત્માના પર્યાયોની સૃષ્ટિમાં, તેમના એકબીજા સાથેના સંબંધોને ઓળખવા-સમજવા જોઈએ, તો ભેદજ્ઞાન દઢ થાય છે.
संयमास्त्रं विवेकेन शाणेनोत्तेजितं मुनेः।
धृतिधारोल्बणं कर्मशत्रुच्छेदक्षमं भवेत् ।।८।।१२० ।। અર્થ : વિવેકરૂપ સરાણ વડે અત્યંત તીક્ષ્ણ કરેલું, સંતોષરૂપ ધાર વડે ઉગ્ર, મુનિનું સંયમરૂપ શસ્ત્ર કર્મરૂપ શત્રુનો નાશ કરવામાં સમર્થ થાય.
વિવેચન : કર્મશત્રનો ઉચ્છેદ કરવા શસ્ત્ર જોઈએ ને? તે શસ્ત્ર બુઠ્ઠી ધારવાળું ન ચાલે. તેની ધાર તીણ જોઈએ. શસ્ત્રની ધાર તીક્ષણ કરવા માટે સરાણ પણ જોઈએ! અહીં શસ્ત્ર અને સરાણ.. બધું બતાવવામાં આવ્યું છે.
સંયમના શસ્ત્રની સંતોષરૂપ ધારને વિવેકરૂપ સરાણ પર તીક્ષ્ણ કરો. તા ધારવાળા એ શસ્ત્રને લઈ શત્રુ પર તૂટી પડો અને શત્રુનો ઉચ્છેદ કરી વિજયશ્રી પ્રાપ્ત કરી લો! કર્મક્ષય કરવા માટે અહીં ત્રણ વાતો કહેવામાં આવી છે :
સંયમ સંતોષ વિવેક સંયમના શસ્ત્રને ભેદજ્ઞાનથી તણ કરવામાં આવે તો કર્મશત્રનો વિનાશ કરવામાં તે શસ્ત્ર સમર્થ બને. સંયમી મહાત્મા બંધક મુનિની સામે શરીરની ચામડી ઊતરડી લેવાનો પ્રસંગ આવ્યો. મુનિએ સંયમ-શસ્ત્રની ધાર-વૃતિને વિવેક-સરાણ પર ચઢાવી દીધી.રાજાના સેવકો મુનિના શરીરની ચામડી ઉતારવા લાગ્યા, મુનિ સંયમના શસ્ત્રથી કર્મની ખાલ ઉતારવા લાગ્યા! અર્થાત્ શરીર અને આત્માના ભેદજ્ઞાનથી દઢ પરિણતિએ મરણાત્ત ઉપસર્ગમાં ધૃતિને ટકાવી રાખી, સંયમને અભંગ રાખ્યું. કર્મોનો ક્ષય થઈ ગયો... આત્મા-પુદ્ગલ નિયંત્રણમાંથી પૂર્ણ મુક્ત થઈ ગયો.
શરીરની ચામડી ઊતરતી હોય... લોહીના ફુવારા ઊડતા હોય એ વખતે જરાય અધૃતિ ન થાય, જરાય અસંયમનો વિચાર ન આવી જાય, તે કેવી રીતે બનતું હશે? એની પાછળ કયું રહસ્ય છુપાયેલું હશે? - એ પ્રશન સ્વાભાવિક રીતે ઊઠે. આ એનું રહસ્ય છે : ભેદજ્ઞાન! વિવેક!
શરીરથી આત્માની ભિન્નતા એવી સમજાઈ જવી જોઈએ, એવી એની વાસના બની જવી જોઈએ, કે શરીરની વેદના, પીડા, રોગ..આપણી વૃતિને
For Private And Personal Use Only