________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
જ્ઞાનસાર આત્માનું દર્શન થાય અને સંપ્રદાનરૂપે પણ આત્માનું દર્શન થાય. અપાદાનમાં પણ આત્મા અને આધારમાં પણ આત્મા! આ રીતે આત્માથી અતિરિક્ત કંઈ જ ન ભાસે ત્યારે કેવી આત્માનંદથી પરિપૂર્ણ અવસ્થા હોય! પુદ્ગલો સાથેના સંબંધમાંથી અવિવેક પેદા થાય છે; એ અવિવેક આત્મામાં વિષમતા પેદા કરી દે છે. પરંતુ “મૂર્ત નાસ્ત તૈઃ શાશ્વા?” પુદ્ગલ સાથેનો સંબંધ જ કાપી નાખવામાં આવે, પછી અવિવેક ક્યાંથી આવે, ને વિષમતા ઉત્પન્ન કેવી રીતે થાય?
આત્મા સ્વતંત્રપણે જ્ઞાન-દર્શનની રમણતા કરે છે, જાણવાની અને જોવાની ક્રિયા કરે છે, માટે આત્મા “કર્તા” છે.
જ્ઞાનસહિત પરિણામનો આશ્રય કરે છે તેથી આત્મા કર્મ' છે. આત્મા ઉપયોગ દ્વારા જ્ઞપ્તિક્રિયા (જાણવાની ક્રિયા)માં ઉપકારક થાય છે, માટે આત્મા જ “કરણ' છે.
આત્મા પોતે જ શુભ પરિણામનું દાનપાત્ર છે માટે આત્મા “સંપ્રદાન' છે. તે જ જ્ઞાનાદિ પર્યાયોમાં પૂર્વના પર્યાયોનો નાશ થવાથી, આત્માથી તેનો વિયોગ થવાથી, આત્મા જ “અપાદાન” છે. અને સમસ્ત ગુણપર્યાયોના આશ્રયભૂત આત્માના અસંખ્યાત પ્રદેશરૂપ ક્ષેત્ર હોવાથી આત્મા જ ‘આધાર’ છે.
આત્મચિંતનની આ એવી દષ્ટિ ખોલવામાં આવી છે કે જેમાં આત્મા આત્માના જ પ્રદેશમાં પરિભ્રમણ કરતો રહે. જડ-પગલો સાથેનો તેનો સંબંધ વિચ્છિન્ન થઈ જાય અને સર્વ સંબંધો આત્મામાં જ જોડાઈ જાય. કર્તુત્વ આત્મ-પરિણામનું દેખાય. કાર્ય પણ આત્મગુણોની નિષ્પત્તિનું દેખાય. સહાયક પણ આત્મા દેખાય! સંયોગ અને વિયોગ પણ આત્માના પર્યાયોમાં જ જણાય... આધાર પણ આત્મા જ ભાસે. આનું નામ છે વિવેક.
આ વિવેક નથી હોતો ત્યાં સુધી, જડ-મુગલોનો કર્તા આત્મા ભાસે છે. કાર્યરૂપે જડ-પુદ્ગલ દેખાય છે, કરણરૂપે જડ ઇંદ્રિયો અને મન વગેરે દેખાય છે. સંપ્રદાન.. અપાદાન અને આધારરૂપે પણ જડપુદ્ગલો દેખાય છે. આત્મા અને પુદ્ગલોના સંયોગની-અભેદની કલ્પના પર સર્વ સંબંધો જોડવામાં આવે છે, તેથી વિશ્વ વિષમતાઓથી પરિપૂર્ણ ભાસે છે. વિષમતાઓથી પૂર્ણ જગતને જોનાર પણ વિષમતાઓથી ઘેરાઈ જાય છે. જડ-ચેતનના અભેદનો અવિવેક અનંત યાતનાઓથી ભરેલા સંસારમાં જીવને ભટકાવે છે. પરમાર્થ એ છે કે જગતમાં જે કોઈ સંબંધો છે, તે સર્વ સંબંધોનો આત્મામાં
For Private And Personal Use Only