________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવોગ
૨૫૭
સંસારસાગરમાં હોય છે ત્યાં સુધી ખૂબ જ ઉદ્વિગ્ન રહે છે! સંસારસાગરના કોઈ પણ સુખમાં તે લોભાતો નથી! એનું તો એક જ લક્ષ : જલદી ભવસાગરને તરી જવો! તેનો સર્વપ્રયત્ન ભવસાગરને તરી જવાંનો જ હોય. મન, વચન અને કાયાથી તે સંતરણ માટે જ પ્રયત્ન કરતો હોય છે.
આટલું આત્મસાક્ષીએ તો વિચારો. ભવસાગરમાં ઠરવા જેવું, રહેવા જેવું છે શું? ક્યાંય સરળ માર્ગ છે? ક્યાંય નિર્ભયતા છે? ક્યાંય અશાંતિરહિત સુખ છે? પછી કેવી રીતે ભવસાગરમાં રહેવાનો વિચાર થાય? જ્યાં સ્વસ્થતા નથી, પ્રસન્નતા નથી, શાંતિનો શ્વાસ લેવાનો નથી, નિર્ભયતાનું વાતાવરણ નથી, ત્યાં રહેવાનો વિચાર પણ કંપાવી મૂકે છે! જ્યારે હિન્દુસ્તાનના અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાનમાં રહેલા હિન્દુઓનું જીવન ત્યાં કેવું હતું? લાખો હિન્દુઓ ત્યાંથી હિન્દુસ્તાનમાં નાસી આવ્યા; હા, ઘર, હવેલીઓ ને બંગલાઓ ત્યાં મૂકીને નાસી આવ્યા; લાખો... કરોડોની સંપત્તિને છોડીને નાસી આવ્યા; સ્ત્રી-પુત્ર, પરિવારની પરવા કર્યા વિના આવ્યા! તેમને ત્યાં નિર્ભયતા ન લાગી, સલામતી ન લાગી... શાંતિનો શ્વાસ લેવાનું પણ ન દેખાયું... જીવનનું જોખમ લાગ્યું... ને તેઓ નાસી આવ્યા!
ભવસાગરથી નાસી છૂટવાની તમન્ના જાગી જાય... પછી માયા-મમતાનાં બંધનો તોડવાં સહેલાં થઈ જશે... તે માટે અહીં ભવસાગરની ભીષણતા બતાવવામાં આવી છે. તેને શાંત અને એકાંત સ્થાનમાં એકાગ્ર બની વિચારજો, રોજ-રોજ વિચારજો. જ્યારે આત્મામાં ભવસાગરનો ભય જાગી જશે, ત્યારે એને પાર કરી જવા તમે મન-વચન-કાયાથી તૈયાર થઈ જશો ને ત્યારે તમને કોઈ રોકી નહીં શકે.
तैलपात्रधरो यद्वत् राधावेधोद्यतो यथा ।
क्रियास्वनन्यचित्तः स्याद् भवभीतस्तथा मुनिः । । ६ । ।१७४ ।।
અર્થ : જેમ તેલના પાત્રને ધારણ કરનાર, (અને) જેમ રાધાવેધ સાધવામાં તત્પર-તે ક્રિયામાં અનન્ય ચિત્તવાળો હોય છે, તેમ સંસારથી ભય પામેલો સાધુ ચારિત્રક્રિયામાં એકાગ્ર ચિત્તવાળો હોય.
વિવેચન : એ માનતો હતો કે ‘મન ક્યારેય વશ ન થાય.'
બસ, મનની ચંચળતાને વર્ણવો તે નગરમાં ફરે. બધાની સાથે વિવાદ કરે. સાધુઓની સાથે પણ ચર્ચાઓ કરે. મનની સ્થિરતા એ માને જ નહીં. રાજાને ખબર પડી. રાજા તત્ત્વજ્ઞાની હતો. મનને વશ કરવાના ઉપાયો
For Private And Personal Use Only