________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
૨૫૮ જાણતો હતો. પેલાને બોધપાઠ આપવાનો વિચાર કર્યો. પેલા ભાઈ એક દિવસ રાજાની જાળમાં ફસાયા. રાજાએ એને ફાંસીની સજા કરી.
તેના હાંજાં ગગડી ગયા! “મૃત્યુની કલ્પનાએ ધ્રુજાવી દીધો. તે રાજાના પગમાં પડી રડી પડ્યો : “મને ફાંસીએ ન ચઢાવો.”
રાજાએ કહ્યું : “ગુનેગારોને સજા કરવી એ મારી ફરજ છે.” તેણે કહ્યું : “રાજા સજા કરે તેમ ક્ષમા પણ કરે.”
રાજાજીએ દયા બતાવી કહ્યું : “એક શરત માને તો સજા માફ કરું.’ પેલાએ કબૂલ કર્યું.
રાજાજીએ કહ્યું : “તેલથી ભરેલું. છલોછલભરેલું પાત્ર લઈને બધાં જ બજારોમાં ફરીને અહીં આવવાનું. તેલનું એક ટીપું પણ નીચે ન પડવું જોઈએ. જો એક પણ ટીપું પડશે તો ફાંસી માફ નહીં થાય. બોલ, છે કબૂલ?”
પેલાએ વાત કબૂલ કરી. રાજાના નિરીક્ષકો સાથે તે ઘેર ગયો. રાજાએ બજારમાં ઠેરઠેર નાટકો ગોઠવી દીધાં. બધાં જ દુકાનદારોને દુકાનો સજાવવાની આજ્ઞા કરી. ઠેરઠેર સુંદર વસ્ત્રધારી રૂપરાણીઓને ઊભી રાખી. પેલા ભાઈ તેલથી છલોછલ ભરેલું પાત્ર લઈ ઘેરથી નીકળ્યા. નિરીક્ષકો સાથે જ ચાલ્યા.
બજારોમાંથી પસાર થાય છે, પરંતુ પેલા તેલવાળા ભાઈ ક્યાંય આડુંઅવળું જોતા નથી! દુકાનોની શોભા જોવામાં તેમનું મન જતું નથી. નાટક જોવા તેમનું મન ખેંચાતું નથી. સ્ત્રીઓનાં રૂપ જોવા મન લલચાતું નથી... તેમની નજર તો પોતાના તેલ-પાત્ર પર જ છે! બધાં બજારોમાં ફરી તે રાજમહેલે આવ્યા. રાજાજીએ પૂછ્યું : “તેલનાં ટીપાં રસ્તામાં પડ્યાં?'
ના જી.” નિરીક્ષકોએ સાક્ષી આપી : “એક પણ ટીપું પડ્યું નથી.'
રાજાજી બોલ્યા : “એ બની જ ન શકે. મન ચંચળ છે, એ આડું-અવળું જોયા વિના ન રહે, ને આડુંઅવળું જુએ એટલે તેલપાત્ર છલકાયા વિના ન રહે!'
પેલો કહે : “રાજનું! સાચું કહું છું. મારું મન તેલના પાત્ર સિવાય ક્યાંય ગયું નથી. કોઈ જ બીજો વિચાર મનમાં પ્રવેશ્યો નથી!”
For Private And Personal Use Only