________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૯
ભવોગ
“મન શું એક વસ્તુમાં એકાગ્ર રહી શકે? “હા નાથ, માથે ફાંસીનો ભય ઝઝૂમે, પછી એકાગ્ર કેમ ન રહે?” “તો પછી જે સાધુપુરુષો, સાધકો...નિરંતર મૃત્યુના ભયને સામે જોતા હોય તેમનું મન ચારિત્રમાં સ્થિર રહે કે નહીં?” - પેલો ત્યારથી મનની સ્થિરતાનો ઉપાય સમજી ગયો. સંસારના અનંત જન્મ-મરણના ભયથી મુનિ પોતાની ચારિત્રક્રિયાઓમાં એકાગ્ર ચિત્તવાળા. હોય છે. સંસારનો ભય જોઈએ.
રાધાવેધ સાધનાર કેવી એકાગ્રતા સાધે છે! નીચે કુંડમાં જોવાનું. ઉપર થાંભલાની ટોચે પૂતળી ફરે... તેની છાયા પાણીમાં પડે... તે છાયા જોઈને ઉપર રહેલી પૂતળીની એક આંખ વીંધી નાખવાની! ફરતી પૂતળીની હોં! કેવી એકાગ્રતા જોઈએ? રાજ કન્યાઓને પરણવાની ઉત્કંઠાવાળો વીર પુરુષ આવા રાધાવેધ પૂર્વકાળમાં કરતો હતો. શ્રી જિનેશ્વર-અરિહંત પરમાત્માએ શિવસુંદરીને વરવા માટે આવી એકાગ્રતા સંયમ-આરાધનામાં કેળવવાનો ઉપદેશ આપ્યો છે. એકાગ્ર બન્યા વિના સંયમ આત્મસાતુ ન થાય.
विषं विषस्य वनेश्च बहिनरेव यदौषधम् ।
तत्सत्यं भवभीतानामुपसर्गऽपि यन्न भी: ।।७।।१७५ ।। અર્થ : “વિષનું ઓસડ વિષ છે, અને અગ્નિનું ઔષધ અગ્નિ છે, કારણ કે સંસારથી ભય પામેલાને ઉપસર્ગો પ્રાપ્ત થવા છતાં પણ ભય હોતો નથી. વિવેચન : આ કહેવત સાચી છે : વિષનું ઓસડ વિષ, અગ્નિનું ઔષધ અગ્નિ.” વિષ એટલે ઝેર. ઝેરનો ભય દૂર કરવા માટે ઝેરની દવા આપવામાં ભય નથી લાગતો, તેમ અગ્નિનો ભય દૂર કરવા અગ્નિનું ઔષધ આપવામાં ભય નથી લાગતો. તો પછી સંસારનો ભય દૂર કરવા માટે ઉપસર્ગોનું ઔષધ સેવવામાં ભય લાગે ખરો?
એટલે ધીર-વીર મુનિ ભગવંતો ઉપસર્ગોને ભેટવા સામે પગલે ચાલીને જાય!
ભગવંત મહાવીર શ્રમણ અવસ્થામાં ઉપસર્ગ સહેવા માટે અનાર્ય દેશમાં ગયા હતા! એમને કર્મોનો ભય દૂર કરવો હતો ને? શિકારી કૂતરાઓના * જુઓ પરિશિષ્ટ ૨૦.
For Private And Personal Use Only