________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૭
જ્ઞાનસાર વિજળી :
જરા આકાશ સામે જુઓ. વીજળીના કડાકા બોલી રહ્યા છે.... કેવી ચમકે છે? કેટલી નજીક આવી જાય છે? દુર્બુદ્ધિ એ ગજબ વીજળી છે...હિંસાની બુદ્ધિ, જૂઠ-ચોરીની બુદ્ધિ, દુરાચાર-વ્યભિચારની બુદ્ધિ...માયા-લોભની બુદ્ધિ... આ વીજળીના ચમકારમાં જીવ અંજાઈ જાય છે! વાવાઝોડું ઃ
મત્સરમાં વાવાઝોડાં કેવાં આવે છે! ગુણવાન પુરુષ પર રોષ, તેનું નામ મત્સર. સંસારસમુદ્ર પર આવાં વાવાઝોડાં આવ્યાં જ કરે છે! નથી જોયું તમે? રોજનાં એ વાવાઝોડાંથી તમે ટેવાઈ ગયા હો, એટલે કદાચ એની ભયંકરતા નહીં સમજાય... પણ ગુણવાન પુરુષો પ્રત્યે રોષ નથી આવતો? તે વખતે મનમાં કેવો ઝંઝાવાત પેદા થાય છે? આ વાવાઝોડામાં જે ફસાયો, તેનું ગુણ-ધન ઊડી જાય.. ગુણોથી તે દૂરદૂર ફંગોળાઈ જાય.
ગર્જના :
દ્રોહની ગર્જનાઓ સંસારસમુદ્રમાં નિરંતર સંભળાતી રહે છે! પિતા પુત્રનો દ્રોહ કરે છે, પુત્ર પિતાનો દ્રોહ કરે છે! પ્રજા રાજાનો દ્રોહ કરે છે, રાજા પ્રજાનો દ્રોહ કરે છે! પત્ની પતિનો દ્રોહ કરે છે, પતિ પત્નીનો દ્રોહ કરે છે! શિષ્ય ગુરુનો દ્રોહ કરે છે, ગુરુ શિષ્યનો દ્રોહ કરે છે! ચારે તરફ દ્રોહની ભીષણ ગર્જનાઓ થઈ રહેલી છે. અવિશ્વાસ અને શંકાના વાતાવરણમાં સંસારસાગરના મુસાફરો અકળાઈ રહેલા છે.
વહાણવટીઓ :
સંસારસાગરમાં અનંત આત્માઓ રહેલા છે. પરંતુ સાગરની સપાટી પર વહાણોમાં માલ ભરી મુસાફરી કરનારા તો માત્ર મનુષ્ય જ છે! આ વહાણવટીઓ બિચારા સંસારસાગરની ભીષણતામાં ભીંસાઈ જાય છે. સંકટમાં પડેલા છે. તેમાંથી મોટા ભાગના વહાણવટીઓ તો પર્વતો સાથે ટકરાઈને સમુદ્રના તળિયે સમાધિ લે છે... કેટલાક આગળ વધે છે તો મધ્ય ભાગમાં આવેલા વડવાનળમાં બળીને સાફ થઈ જાય છે. કેટલાક પર વીજળી તુટી પડે છે. કેટલાક વાવાઝોડામાં સર્વસ્વ ખોઈ બેસે છે. બહુ જ થોડાં જીવો, કે જેમને આ ભયંકર ભવસાગરનું યથાર્થ જ્ઞાન છે અને જેઓ જ્ઞાનીને અનુસરે છે, તેઓ જ આ ભવસાગરને પાર કરી જાય છે. જ્ઞાનીપુરુષ આ સંસારસાગરને અતિ દારુણ જુએ છે. તેથી જ્યાં સુધી એ
For Private And Personal Use Only