________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભોગ
૨૫૫ ભરતી :
આ સંસારસાગરમાં મનના વિકલ્પોની ભરતી આવે છે! કષાયોમાંથી વિષયતૃષ્ણાઓ જાગે છે, ને વિષયતૃષ્ણામાંથી માનસિક વિકલ્પો પેદા થાય છે. માનસિક વિકલ્પોની ભરતી કેવી ગજબ હોય છે.... આખો સાગર હિલોળે ચઢેલો દેખાય છે! સમુદ્રમાં તો પૂનમ જેવાં દિવસોએ જ ભરતી આવે, પરંતુ સંસારસાગરમાં તો નિરંતર ભરતી આવતી રહે છે! એ ભરતીમાં તોફાને ચઢતા સાગરને તમે જોયો છે? હવે માનસિક વિકલ્પોની ભરતી જોજો! તમે ગભરાઈ જશો...
વડવાનળ : કેવો દારુણ વડવાનળ સળગી રહ્યો છે...!
કંદર્પના વડવાનળમાં સંસારસમુદ્રનો કયો મુસાફર નથી ફસાયો? કોણ એ વડવાનળની ઝાળથી બચી શક્યો છે? એ વડવાનળમાં રાગનાં ઇંધન નંખાયા કરે છે. રાગનાં ઇંધનથી સદૈવ વડવાનળ સળગતો રહે છે.
ખરેખર, કંદર્પનો વડવાનળ આશ્ચર્યજનક છે! દાવાનળમાં જીવો નિર્ભય બનીને કૂદી પડે છે! સળગવા છતાં એ વડવાનળમાંથી બહાર નીકળતા નથી. અરે, રાગનાં ઇંધનો નાખી એ વડવાનળને વધુ પ્રદીપ્ત કરે છે! કંદર્પ એટલે કામવાસના, કંદર્પ એટલે સંભોગની વાસના. પુરુષો સ્ત્રીઓના સંભોગની વાસનામાં સળગે છે! નપુંસકો, સ્ત્રી-પુરુષ ઉભયના ભોગની અભિલાષામાં સળગે છે... આ સંસારસાગરનો વડવાનળ ખરેખર, સર્વભક્ષી છે... સંસારસાગરમાં રહેલા મોટા ભાગના મુસાફરો એ વડવાનળમાં સપડાયેલા દેખાય છે, જ્યારે ઘણા મુસાફરો એ વડવાનળ તરફ દોટ મૂકીને દોડ્યા જતા દેખાય છે!
માછલાં ને કાચબા :
સંસારસમુદ્રમાં મોટા મોટા મગરમચ્છમાછલીઓ પણ છે. નાના-મોટા, સાધ્ય-અસાધ્ય રોગોનાં માછલાં પણ મુસાફરોને હેરાન કરે છે. કોઈ કોઈ તો મગરમચ્છનાં ફાડેલાં ડાચાંમાં આખા ને આખા ઊતરી જતા દેખાય છે.. તો કોઈ એ માછલાંની પકડમાં ફસાયેલાં દેખાય છે. આ માછલાંઓરોગોથી મુસાફરો ડરે છે!
શોક-કાચબાઓ પણ સંસારસાગરમાં પડેલા છે, જે મુસાફરોને ઓછા હેરાન કરતા નથી.
For Private And Personal Use Only