________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
જ્ઞાનસાર તળિયું :
આ સંસારસમુદ્રનું તળિયું કોઈ કાદવ, પથ્થર કે માટીનું બનેલું નથી! વજનું બનેલું છે! અજ્ઞાનતા વજ સમાન છે... અજ્ઞાનતાના તળિયા પર સમગ્ર સંસાર ટકેલો છે! અર્થાત્ સંસારનું મૂળ છે અજ્ઞાનતા.
પર્વતો :
સમુદ્રમાં ઠેરઠેર પાણીમાં ડૂબેલા...પાણીમાં અડધા ડૂબેલા પર્વતો હોય છે. વહાણવટીઓ આ પર્વતોથી સાવધાન રહે છે...સંસારસમુદ્રમાં તો આવા પર્વતોની હારમાળાઓ હોય છે! જાણો છો? સંકટોની હારમાળાઓ તમે નથી જોઈ? એક-બે પર્વત નહીં, હારમાળા! અરવલ્લીના પહાડોની હારમાળા તમે જોઈ છે? સહ્યાદ્રિની હારમાળાઓ તમે જોઈ છે? એના કરતાં ય દુર્ગમ આ સંકટોની હારમાળાઓ સંસારસમુદ્રમાં પથરાયેલી છે! કેટલાક ઠેકાણે તો તે પાણીમાં ડૂબેલી હોય છે. તમને જો ખ્યાલ ન આવે તો તમારું વહાણ એ પર્વત સાથે ટકરાય અને ચૂરેચૂરા થઈ જાય!
માર્ગ :
આવા સંસારસમુદ્રનો માર્ગ સરળ હોય? કેટલો વિકટ-વિષમ અને દુર્ગમ માર્ગી એવા માર્ગે કેટલી સાવધાની, કેટલી સમજણ અને કેટલી ચીવટથી ચાલવું જોઈએ? જરાય બેદરકારી, આળસ, નિદ્રા કે વિનોદ ચાલે ખરો? કોઈ અનુભવી માર્ગદર્શકને અનુસરવું પડે કે નહીં? અનુભવી માર્ગદર્શક પર વિશ્વાસ મૂકવો પડે કે નહીં?
મહા વાયુ : તૃષ્ણા... પાંચ ઈન્દ્રિયોના વિષયોની અભિલાષાને પ્રચંડ વાયુ એ મહાસાગરમાં ફૂંકાઈ રહ્યો છે. કેટલી તૃષ્ણા! તૃષ્ણાથી જીવો કેટલા ભટકી રહ્યા છે? તૃષ્ણાથી.. વિષયસુખોની વાસનાથી જીવો કેવા અટવાઈ રહ્યા છે! શું તમે જાણો છો આ મહાવાયુ ક્યાંથી પ્રગટે છે? પાતાલકળશોમાંથી! પાતાલકળશ :
આ સંસારસાગરમાં ચાર પાતાલકળશો રહેલા છે : ક્રોધ, માન, માયા અને લોભ! આ કળશોમાંથી પેલો મહા વાયુ નીકળે છે ને સમુદ્રમાં તોફાન પેદા કરે છે.
For Private And Personal Use Only