________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભોગ
૨૫૩ સંસારને સમુદ્ર સમજો. (૧) સંસાર સમુદ્રના મધ્ય ભાગ અગાધ છે! (૨) સંસારસમુદ્રનું તળિયું અજ્ઞાન-વજથી બનેલું છે. (૩) સંસારસમુદ્રમાં સંકટોના પર્વતો પથરાયેલાં છે. (૪) સંસારસમુદ્રના માર્ગ વિષમ-વિકટ છે. (૫) સંસારસમુદ્રમાં વિષયાભિલાષની મહાવાયું ફૂંકાઈ રહ્યો છે. () સંસારસમુદ્રમાં ક્રોધાદિ કષાયોના પાતાલકળશો છે. (૭) સંસારસમુદ્રમાં મનના વિકલ્પોની ભરતી આવે છે! (૮) સંસારસમુદ્રમાં રાગનાં ઇંધનો (પાણી)વાળો કંદર્પનો દાવાનળ સળગી
રહેલો છે. (૯) સંસારસમુદ્રમાં રોગનાં માછલાં, ને શોકના કાચબા રહેલા છે. (૧૦) સંસારસમુદ્ર ઉપર દબુદ્ધિની વીજળી ચમકે છે. (૧૧) સંસારસમુદ્ર પર મત્સરનાં વાવાઝોડાં આવે છે. (૧૨) સંસારસમુદ્રમાં દ્રોહની ભયંકર ગર્જનાઓ થાય છે. (૧૩) સંસારસમુદ્રમાં વહાણવટીઓ સંકટમાં ફસાયા છે. માટે સંસારસમુદ્ર દારુણ છે! સંસારસમુદ્ર : “સંસાર એ સાચે જ તોફાની સાગર છે.' - આ વિચારને હૃદયમાં ખૂબ ભાવિત કરવો જોઈએ. સાગરમાં રહેલો મુસાફર સાગરને પાર કરી જવા જ પ્રયત્ન કરે છે, સાગરમાં સહેલગાહ કરવાનું વિચારતો નથી. એમાં ય તોફાની સાગર તો જલદીથી તરવા ચાહે છે! “મારે સંસારસમુદ્ર તરવો છે' - આ સંકલ્પ કર્યો જ છૂટકો છે. મધ્ય ભાગ :
સમુદ્રનો મધ્ય ભાગ અગાધ હોય છે ને? એનું તળિયું શોધ્યું ન જડે! સંસારનો મધ્ય ભાગ છે યુવાવસ્થા. એ અવસ્થા અગાધ છે. એનો કોઈ તાગ ન પામી શકે. મનુષ્યની યુવાવસ્થાની અગાધતાને સૂર્યનાં કિરણો પણ ભેદી શકતાં નથી. મરજીવા પણ અગાધતામાં ખોવાઈ જાય છે... શોધ્યા જડતા નથી...
For Private And Personal Use Only