________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૭
શાસ્ત્ર
જે કંઈ વિચારવાનું, બોલવાનું કે કરવાનું, તે જિનપ્રણીત આગમના આધારે! “મારા ભગવાને આ વિચારવાનું કહ્યું છે? મારા ભગવાને આવું બોલવાનું કહ્યું છે? મારા ભગવાને આવું આચરણ કરવાનું કહ્યું છે!' - આ વિચાર જીવનમાં વણાઈ જવો જોઈએ.
જિનેશ્વર ભગવંતને એક ક્ષણ પણ હૃદયમાંથી વિસારવાના નહીં. ભગવંત અચિંત્ય ચિંતામણિ છે. ભગવંત ભવસાગરમાં જહાજ છે, એકાંત શરણ્ય છે. એવા પરમકરુણાનિધિ પરમાત્માનું નિરંતર સ્મરણ શાસ્ત્રસ્વાધ્યાયથી રહે. શાસ્ત્રથી શાસ્ત્રના રચયિતા પરમાત્મા યાદ આવે જ.
જિનેશ્વર ભગવંતનો પ્રભાવ અદૂભુત છે. રાગરહિત અને દ્વેષરહિત પરમાત્મા પણ તેમનું ધ્યાન ધરનાર આત્માને દુઃખોથી મુક્ત કરે છે. ચિંતામણિરત્નમાં ક્યાં રાગ અને દ્વેષ હોય છે? છતાં એનું ધ્યાન ધરનાર વિધિપૂર્વક ઉપાસના કરનારના મનોવાંછિત પૂર્ણ થાય છે. પરમાત્માનું આત્મદ્રવ્ય જ એવું સર્વોત્તમ પ્રભાવશાળી છે કે એમનું નામ સ્થાપના-દ્રવ્ય કે ભાવ દ્વારા સ્મરણ કરવામાં આવે તો સર્વ કાર્યની સિદ્ધિ થાય.
જિનેશ્વર પરમાત્માના સ્મરણનો સુંદર ઉપાય શાસ્ત્રનો સ્વાધ્યાય છે. શાસ્ત્રસ્વાધ્યાયના માધ્યમથી જિનેશ્વર ભગવંતનું જે મરણ થાય, તેમની જે સ્મૃતિ થાય, તે અપૂર્વ અને અદ્ભુત હોય, એમાં રસાનુભૂતિ થાય છે.
'आगमं आयरंतेण अत्तणो हियकंखिणो।
तित्थनाहो सयंबुद्धो सव्वे ते बहुमन्निया ।। “તેં આગમનો (શાસ્ત્રનો) આદર કર્યો એટલે આત્મહિત કરવાની ઈચ્છાવાળા અને સ્વયંભુદ્ધ તીર્થકર વગેરે બધાનું બહુમાન કર્યું છે!'
આગમનો આદર કરવાનું આમ સર્વત્ર કહેવાયું છે, પરંતુ શાસ્ત્રને સર્વોપરી માનવાનું ત્યારે જ બને કે જ્યારે આત્મા હિત કરવા તત્પર થયેલો હોય.
જ્યાં સુધી ઇન્દ્રિયોનાં વિષયસુખોમાં જ આસક્ત હોય, કષાયોને પરવશ હોય, સંજ્ઞાઓના પ્રભાવ નીચે દબાયેલો હોય ત્યાં સુધી શાસ્ત્ર પ્રત્યે અભિરુચિ ન થઈ શકે; શાસ્ત્રનો આદર ન થઈ શકે.
આજના વિજ્ઞાનયુગમાં અને ભૌતિકવાદના જુવાળમાં શાસ્ત્રોનું અધ્યયન ઘણું ઓછું થઈ ગયું છે. શાસ્ત્ર સિવાય એટલું બધું વાંચવાનું મળે છે કે શાસ્ત્ર ૨૦. ચાર નિક્ષેપનું સ્વરૂપ પરિશિષ્ટ ર૫માં જુઓ.
For Private And Personal Use Only