________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬
જ્ઞાનસાર
ભણાવવામાં આવે છે, પરંતુ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહવાદની ગંગા-જમના વહાવનારાઓના ઇતિહાસને સ્પર્શ કરવામાં પણ શરમ આવે છે!
દુ:ખોને દૂર કરી આપી, રાગ અને દ્વેષની ઉદ્ધતાઈને કાબૂમાં લેનાર તથા આત્માનું વાસ્તવિક હિત કરનારાં શાસ્ત્રો તરફ બહુમાન ધારણ કરવાથી જ મનુષ્ય સુધરી શકવાનો છે.
શાસ્ત્રો અને શાસ્ત્રકારોને ગાળો દેવરાવી, મનુષ્યને સુધારવાની આજના સુધારકો વાત કરે છે! શાસ્ત્ર અને શાસ્ત્રના પ્રણેતા વીતરાગ પરમ પુરુષો પ્રત્યે નફરત પેદા કરી, નટ-નટીઓ અને દેશનેતાઓ તરફ બહુમાનવાળા કરી મનુષ્યને સુધારવો છે? કેવી અજ્ઞાનદશા છે?
વીતરાગ ભગવંતના વચનરૂપ શાસ્ત્રને પોતાની દૃષ્ટિ બનાવી દેનાર મનુષ્ય જ આત્મહિત-પરહિત કરી શકવા સમર્થ છે.
शास्त्रे पुरस्कृते तस्माद् वीतराग: पुरस्कृतः।
पुरस्कृते पुनस्तस्मिन् नियमात् सर्वसिद्धयः ।।४।।१८८।। અર્થ : તેથી શાસ્ત્રને આગળ કર્યું એટલે વીતરાગને આગળ કર્યા છે. વળી તે વિતરાગને આગળ કર્યા એટલે નિયમા સર્વ સિદ્ધિ થાય છે.
વિવેચન : શાસ્ત્ર = વીતરાગ. જેણે શાસ્ત્ર માન્યું તેણે વીતરાગ માન્યા. જેણે વિતરાગને હૃદયમાં ધર્યા તેનાં સર્વ કાર્ય સિદ્ધ થયાં. શાસ્ત્ર યાદ આવે, ને તેના કર્તા યાદ ન આવે? આવે જ. વીતરાગને સ્મૃતિપથમાં લાવ્યા એટલે પછી વીતરાગની શક્તિ તમારી શક્તિ બની ગઈ. વિતરાગની અનંત શક્તિથી કર્યું કાર્ય અસાધ્ય છે? પૂ. શ્રી હરિભદ્રસૂરિજીએ ‘ષોડશક' ગ્રંથમાં કહ્યું છે :
अस्मिन् हृदयस्थे सति हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति।
हृदयस्थिते च तस्मिन् नियमात् सर्वार्थसिद्धयः ।। તીર્થંકરપ્રણીત ગમ હૃદયમાં હોય ત્યારે પરમાર્થથી તીર્થકર ભગવંત હૃદયમાં હોય છે, કારણ કે તે તેના સ્વતંત્ર પ્રણેતા છે. જ્યારે તીર્થકર ભગવંત હૃદયમાં હોય ત્યારે અવશ્ય સર્વ અર્થની સિદ્ધિ હોય છે.”
For Private And Personal Use Only