________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
જ્ઞાનસાર
છે, (તેથી, અર્ન) અશુદ્ધ-વિભાવ પર્યાયો તુચ્છ હોવાથી, મહામુનિને (સર્વ નયમાં મધ્યસ્થ પરિણતિવાળા મુનિને) અભિમાન માટે નથી થતા.
વિવેચન : મહામુનિ તત્ત્વચિંતન દ્વારા અભિમાન પર વિજય મેળવે છે! કેવું એ અપૂર્વ, અદ્ભુત અને સત્ય ચિંતન છે, એ અહીં જોવાનું છે.
મહામુનિ શુદ્ધ નયની દ્રષ્ટિથી આત્માને જુએ છે... પોતાના આત્માને જુએ છે... પછી વિશ્વના સર્વ આત્માઓને જુએ છે. તેમને કોઈ ભેદ... તફાવત... ઉચ્ચ નીચપણું... ભારે-હલકાપણું દેખાતું નથી! દરેક આત્માના શુદ્ધ પર્યાયો સમાન દેખાય છે! બીજા આત્માઓ કરતાં પોતાના આત્મામાં કોઈ જ અધિકતા કે વિશેષતા દેખાતી નથી! કહો, હવે અભિમાન કેવી રીતે થાય? બીજાઓ કરતાં પોતાની જાત ચઢિયાતી લાગે, ઊંચી લાગે... તો અભિમાન જાગે!
આત્માના શુદ્ધ પર્યાયોનો વિચાર શુદ્ધ નયની દૃષ્ટિથી થાય છે. આ વિચારમાં સર્વ આત્માઓ જ્ઞાનાદિ અનંત ગુણોથી યુક્ત, અરૂપી, દોષરહિત... દેખાય છે. બીજા આત્માઓ કરતાં પોતાના આત્મામાં એક પણ ગુણ અધિક દેખાતો નથી... કોઈ પણ આત્મામાં દોષ દેખાતો નથી... પછી ઉત્કર્ષ કઈ વાત પર કરવાનો?
હા, શુદ્ધ સ્વરૂપના ચિંતનમાં તો અભિમાનના ઘોડે ચઢવાનું ન બને, પરંતુ અશુદ્ધ પર્યાયો પણ આત્મામાં દેખાય છે ને! અશુદ્ધ પર્યાયોમાં સમાનતા દેખાતી નથી! તેમાં તો અભિમાનના ટટ્ટુ પર ચઢી બેસાય ને?
ના! મહામુનિ અશુદ્ધ પર્યાયોને તુચ્છ ગણી ફેંકી દે છે. અશુદ્ધ પર્યાયોના લબાચાઓ પર મહામુનિ અભિમાન કરે? બીજાઓ કરતાં ચઢિયાતું રૂપ હોય, વિશિષ્ટ લાવણ્ય હોય, બીજા જીવો કરતાં અધિક બુદ્ધિ હોય કે શાસ્ત્રજ્ઞાન હોય, બીજા આત્માઓ કરતાં વધુ શિષ્યો હોય કે માનસન્માનની છડી પોકારાતી હોય... મહામુનિને મન આ બધું તુચ્છ હોય છે; તુચ્છ વસ્તુની અધિકતા પર ઉત્તમ પુરુષ અભિમાન ન કરે.
પડોશીના ઘરના ચરા કરતાં તમારા ઘરમાં કચરો વધુ હોય, તો તમે અભિમાન કરો? ‘તારા ઘર કરતાં મારા ઘરમાં કચરો વધુ છે!' આમ ફુલાઓ ખરા? ના! કચરાને તમે તુચ્છ સમજો છો. એની અધિકતા ૫૨ અભિમાન નથી થતું... તો જે મહામુનિ સર્વ વિભાવપર્યાયોને તુચ્છ સમજ્યા, કચરાતુલ્ય સમજ્યા, તેઓ તેની અધિકતા પર શું અભિમાન કરે?
For Private And Personal Use Only