________________
Shri Mahavir Jain Aradhana Kendra
મોન
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ज्योतिर्मयीव दीपस्य क्रिया सर्वाऽपि चिन्मयी ।
यस्यानन्यस्वभावस्य तस्य मौनमनुत्तरम् ||८ । । १०४ । ।
૧૪૧
અર્થ : જેમ દીવાની બધીય ક્રિયા (જ્યોતિની ઊંચે-નીચે, આડીઅવળી થવારૂપ ક્રિયા) પ્રકાશમય છે; (તેમ) અન્યસ્વભાવને નહિ પરિણમેલ જે આત્માની સર્વ ક્રિયા જ્ઞાનમય છે, તેનું મુનિપણું સર્વોત્કૃષ્ટ છે.
વિવેચન : મૌનની સર્વોત્કૃષ્ટ કક્ષા બતાવતાં અહીં દીપકની જ્યોતનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. દીપકની જ્યોત ઊંચી જાય, આડી જાય કે નીચે જાય, પરંતુ તે પ્રકાશમય જ રહે છે. તેવી રીતે જ મહાત્માના યોગો પુદ્દગલભાવોથી વિરામ પામેલા હોય છે. તેવા મહાત્માઓની મન, વચન અને કાયાની પ્રત્યેક ક્રિયા જ્ઞાનમય હોય છે. તેમનો સમગ્ર આંતર-બાહ્ય વ્યવહાર જ્ઞાનમય હોય છે. તેમની આહારની ક્રિયા, વિહારની ક્રિયા, શાસ્ત્રસ્વાધ્યાયની ક્રિયા, આત્મધ્યાનની ક્રિયા... પરોપદેશની ક્રિયા... બધું જ જ્ઞાનમય હોય છે.
જ્ઞાનદૃષ્ટિ આસવની ક્રિયાને પણ નિર્જરાની ક્રિયા બનાવી દે છે. જ્ઞાનદષ્ટિ પ્રત્યેક ક્રિયામાં ચૈતન્યનો સંચાર કરે છે. કુરગડુ મુનિ આહારની ક્રિયા કરતા હતા... પરંતુ તે ક્રિયા પર જ્ઞાનદષ્ટિનો પ્રભાવ હતો..ક્રિયા ચૈતન્યમય બની ગઈ... આહાર કરતાં કરતાં આત્મા કેવળજ્ઞાનમય બની ગયો. ગુણસાગર લગ્નની ચોરીમાં લગ્નની ક્રિયા કરી રહ્યા હતા... પરંતુ એ ક્રિયા પર જ્ઞાનદષ્ટિની ઘેરી છાયા હતી... ક્રિયા ચૈતન્યમય બની ગઈ... પરિણામે એ ક્રિયા કરતાં કરતાં વીતરાગ-નિર્મોહી બની ગયા! આષાઢાભૂતિ રંગમંચ પર અભિનયની ક્રિયા કરી રહ્યા હતા...ક્રિયા પર જ્ઞાનદષ્ટિનો તીવ્ર પ્રકાશ પડ્યો... પ્રકાશના દિવ્ય પ્રભાવે ક્રિયામાં ચમત્કાર સર્જી દીધો... કેવળજ્ઞાની ભરતનો અભિનય કરતાં કરતાં આષાઢાભૂતિનો આત્મા કેવળજ્ઞાની બની ગયો.
જ્ઞાનષ્ટિના ચમત્કારોની દુનિયામાં જરા પરિભ્રમણ કરી એ ચમત્કારોનું વૈજ્ઞાનિક મહત્ત્વ સમજવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. જ્ઞાનદૃષ્ટિના પરમાર્થને સમજી, એ જ્ઞાનદૃષ્ટિ પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે.
For Private And Personal Use Only
જ્ઞાન હોવું અલગ વાત છે, જ્ઞાનદૃષ્ટિ હોવી જુદી વાત છે. જ્ઞાન હોય છતાં જ્ઞાનદૃષ્ટિ ન હોય તે બને, પણ જ્ઞાનદ્દષ્ટિવાળાને જ્ઞાન અવશ્ય હોય. આજે આપણે જ્ઞાન મેળવવા જરૂર પ્રયત્ન કરીએ છીએ; પરંતુ ‘જ્ઞાનદ્દષ્ટિ'