________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
શાનસાર
ક્ષેત્રમાં કર્મ છે. છતાં કર્મકૃત વિકૃતિ ધર્માસ્તિકાયમાં સંક્રમી શકતી નથી, ધર્માસ્તિકાય પોતાના શુદ્ધ સ્વરૂપમાં નિરાબાધપણે રહે છે, તેવી રીતે આત્મા પણ શુદ્ધ સ્વ-સ્વરૂપે રહેલો છે.
કર્મકૃત વિકૃતિઓનો આત્મામાં આોપ કરીને જ જીવ રાગ અને દ્વેષમાં સડી રહ્યો છે, દુઃખમાં રડી રહ્યો છે, સુખમાં રાચી રહ્યો છે...છતાં પોતાની જાતને જ્ઞાની અને વિવેકી માનવાનો દંભ સેવી રહ્યો છે. બીજા જીવો પ્રત્યે પણ આ જ અજ્ઞાન-દૃષ્ટિથી તે જોઈ રહ્યો છે. કર્મજન્ય વિકૃતિને આત્માની વિકૃતિ સમજે છે, અને એ સમજણ તથા માન્યતાના આધાર પર આચરણ કરે છે, તેથી તેનો વ્યવહાર પણ મલિન બની ગયો છે.
કર્મજન્ય વિકૃતિઓનો આત્મામાં આરોપ કરીને આજદિન સુધી મિથ્યાત્વ દૃઢ કર્યું, હવે એ મિથ્યાત્વને હટાવવા માટે ભેદજ્ઞાનના માર્ગે ચાલવાની જરૂ૨ છે. આત્મજ્ઞાન મેળવવાની જરૂ૨ છે. તો જ હૃદય શુદ્ધ થશે, દૃષ્ટિ પવિત્ર બનશે, અને મોક્ષમાર્ગે પ્રગતિ થશે. નિશ્ચયનયની દૃષ્ટિને હૃદયમાં જાગતી રાખવાનો ઉપદેશ નિતાન્ત આવશ્યક છે. એ ઉપદેશને હૃદયમાં જચાવવો અનિવાર્ય છે.
इष्टकाद्यपि हि स्वर्ण पीतोन्मत्तो यथेक्षते ।
आत्माऽभेदभ्रमस्तद्वद् देहादावविवेकिनः । । ५ । ।११७ ।।
અર્થ : જેમ, જેણે ધતૂરો પીધો છે એવો (મનુષ્ય) ઈંટ વગેરેને પણ સુવર્ણ જુએ છે, તેની જેમ વિવેકરહિત જડ બુદ્ધિવાળાનો શરીર વગેરેમાં આત્માના અભેદનો ભ્રમ (જાણવો).
વિવેચન : ધતૂરાનું પેય દૃષ્ટિમાં વિપર્યાસ કરી દે છે... જે કંઈ જુએ, તે સોનું જ સોનું દેખાય ઈંટ પણ સોનું અને પથ્થર પણ સોનું દેખાય! અવિદ્યાનોઅવિવેકનો પ્રભાવ પણ એવો જ છે. શરીર...ઇન્દ્રિય...મન વગેરેમાં તે આત્માનો અભેદ સમજે છે... એને જ આત્મા સમજી લે છે.
પુન:પુનઃ, જડ તત્ત્વોથી આત્માની ભિન્નતાનું ભાન કરવા, ભિન્ન ભિન્ન દૃષ્ટાંતોથી સમજાવવામાં આવે છે. જડ-પુદ્ગલના ગુણધર્મોથી આત્માનું સ્વરૂપ ભિન્ન છે; આત્માના ગુણો જુદા છે, એનો વિવેક કરવાની જરૂર છે. જડ-પુદ્ગલ મૂર્ત છે-રૂપી છે, જ્યારે આત્મા અરૂપી છે. વ્યવહારનય ભલે શરીરની સાથે આત્માનું એકત્વ સ્વીકારે, પરંતુ નિશ્ચયનય શરીર સાથે આત્માની એકતા સહન નથી કરતો.
For Private And Personal Use Only