________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
૪૨૦ દુર્નિવાર વીર્યવાળો મહાત્મા ગ્રંથિને ભેદી નાખી પરમ નિવૃત્તિના સુખનો રસાસ્વાદ માણી લે છે.
હવે એ મહાત્મા કેવી રીતે રાગ-દ્વેષની નિબીડ ગ્રંથિને ભેદી નાખે છે, તે એક દૃષ્ટાંત દ્વારા જોઈએ :
"કેટલાક પથિકો યાત્રાર્થે નીકળ્યા. એક ગાઢ જંગલમાંથી પસાર થતા હતા ત્યાં ડાકુઓને દૂરથી તેમણે જોયા. ડાકુઓના રૌદ્ર સ્વરૂપને જોઈ કેટલાક પથિકો ત્યાંથી જ પાછા ભાગ્યા. કેટલાક પથિક ડાકુઓથી પકડાયા અને બાકીના શૂરવીર પથિકો ડાકુઓને ભૂશરણ કરી આગળ વધ્યા, જંગલ વટાવીને તીર્થસ્થાને જઈ પહોંચ્યા.
મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધનારા તે પાછા ભાગેલા મુસાફર જેવા છે. જેઓ ડાકુઓથી પકડાયા તે ગ્રંથિ-દેશે રહેલા જીવો છે. જેઓએ ડાકુઓને પરાસ્ત કરી તીર્થસ્થાન પ્રાપ્ત કર્યું તેઓ ગ્રંથિને ભેદી સમકિતને પ્રાપ્ત કરનારા છે.
સમ્યક્તસ્તવ' પ્રકરણકાર આ પ્રમાણે ગ્રંથિભેદની પ્રક્રિયા બતાવે છે : અર્ધપુલ પરાવર્તકાળ જે જીવનો સંસાર કાળ બાકી છે, જે જીવ ભવ્ય છે, પર્યાપ્ત-સંજ્ઞી-પંચેન્દ્રિય છે, તેવો જીવ અપૂર્વકરણરૂપી મુદૂગરના પ્રહારથી ગ્રંથિભેદ કરી, અન્તર્મુહૂર્તમાં જ “અનિવૃત્તિકરણ કરે છે ને ત્યાં સમત્વ પ્રાપ્ત કરે છે.
અધ્યાત્માદિ પાંચ યોગ જૈનદર્શનનો યોગમાર્ગ કેટલો સ્પષ્ટ, સચોટ, તર્કસંગત અને કાર્યસાધક છે, તે સૂક્ષ્મ દૃષ્ટિથી અને ગંભીર હૃદયથી અવગાહવાની જરૂર છે. અહીં ક્રમશઃ અધ્યાત્મયોગ, ભાવનાયોગ, ધ્યાનયોગ, સમતાયોગ અને વૃત્તિસંક્ષય યોગનું વિવરણ કરવામાં આવે છે.
રૂ૪. “સMવત્વરતવ’ પ્રવછરા ૩૫, મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કડાકોડી સાગરોપમ છે. ૩૬. છઠું શમાષ્ટક, શ્લોક ૩.
For Private And Personal Use Only