________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવપૂજા
૩પ૭ છે. જો શીલ અશુદ્ધ છે તો કલનું અભિમાન કરવાથી શું? અને જો મારી પાસે
ગુણોનો વૈભવ છે તો કુલનું અભિમાન કરવાથી શું? આ હાડકાં, માંસ અને લોહી વગેરે ગંદા પદાર્થોથી ભરેલા અને વ્યાધિવૃદ્ધાવસ્થાથી ગ્રસિત શરીરના સૌન્દર્ય ઉપર ગર્વ શો કરવો? બળવાન મનુષ્ય ક્ષણમાં નિર્બળ બની જાય છે, ને નિર્બળ બળવાન બની જાય છે! બળ અનિયત છે.. એના ઉપર ગર્વ કેમ કરાય? ભૌતિક પદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિ કર્માધીન છે. ત્યાં મારે લાભમાં શા માટે કુલાઈ જવું? પૂર્વકાલીન મહાપુરુષોના અનંત વિજ્ઞાનની કલ્પના કરું છું ત્યારે મારી
બુદ્ધિ વામણી લાગે છે. બુદ્ધિનાં અભિમાન શાં કરવાનાં? છે તપનું અભિમાન? બાહ્ય-અત્યંતર તપની ઘોર, વીર અને ઉગ્ર આરાધના
કરનારા મહાન તપસ્વીઓને જોઉં છું ત્યારે મારું મસ્તક નમી પડે. આ જ્ઞાનનો મદ તો થાય જ કેમ? જેના સહારે તરવાનું એનું આલંબન લઈ ડૂબવાનું કોણ કરે? સ્થૂલભદ્રજીનું ઉદાહરણ જ્ઞાનમદ ન કરવા દે.
આ છે અષ્ટમંગલનું આલેખન આતમદેવના પૂજનમાં આ વિધિ બરાબર કરવાની.
હવે કરવાની છે ધૂપ-પૂજા.
જેવો-તેવો ધૂપ ન ચાલે. કૃષ્ણાગરુ ધૂપ જોઈએ. તે છે શુભ સંકલ્પો. જ્ઞાનરૂપ અગ્નિમાં શુભ સંકલ્પોનો ધૂપ નાખીને... આત્મમંદિરમાં સુવાસ ફેલાવવાની છે.
આત્માના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાની માત્ર આત્મરમણતા! કાંઈ અશુભ તો નહીં, શુભ સંકલ્પ પણ ન જોઈએ! પરમાત્મપૂજનમાં પ્રશસ્ત રાગ હોય છે, પરમાત્મા પ્રત્યેનો રાગ. પૂજનક્રિયાની અભિરુચિ, આ શુભ સંકલ્પો છે. આત્મરમણતામાં વિલીનીકરણ કરી દઈએ એટલે કૃષ્ણાગરુ ધૂપની સુવાસ આત્મમંદિરમાં રેલાઈ જાય.
કેવી અદ્દભુત ધૂપ-પૂજા બતાવી છે આ! પરમાત્માના મંદિરમાં જઈ ધૂપપૂજા કરનાર ભાવુક જન જો આ દિવ્ય ધૂપ-પૂજા કરતો થઈ જાય તો? અરે, પરમાત્માના મંદિરમાં નહીં, આત્માના મંદિરમાં બેસીને, સ્થિરચિત્ત બનીને આ ધૂપ-પૂજા કરતો થઈ જાય, તો એ સાધકની ચારે બાજુ કેવી સુવાસ પથરાઈ જાય!
For Private And Personal Use Only