________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર જ્ઞાનમાં મગ્ન બનેલા આત્માનું સુખ કેવું હોય?' આવું તમે પૂછો તો અમે એ સુખની કોઈ જ ઉપમા નહિ આપી શકીએ. તમે પૂછશો :
એ સુખ...જ્ઞાનમગ્નનું સુખ, રૂપસુંદરી સાથેના રમણમાંથી મળતા સુખ જેવું છે?
ઉત્તર : ના. એ સુખ, ચન્દનના વિલેપનમાંથી જન્મતા સુખ જેવું છે? ઉત્તર : ના. તો કેવું છે?
તે સમજાવવા માટે આ વિશ્વમાં કોઈ ઉપમા જડતી નથી. એ સુખને સમજાવવા માટે એને અનુભવ કર્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. બાહ્ય પદાર્થોમાંથી મળતાં તમામ સુખોથી વિલક્ષણ...જિંદગીમાં કદી ન અનુભવેલું એ જ્ઞાનમગ્નતાનું સુખ એકાદ વાર પણ અનુભવી લીધા પછી તમે વારંવાર એ સુખનો ‘ટેસ્ટ’–સ્વાદ લેવા માટે સ્વભાવદશા. ગુણસૃષ્ટિ આત્મસ્વરૂપની પાસે આવવાના.
જીવનો એ સ્વભાવ હોય છે કે એ એક વાર એક સુખને અનુભવે છે. તેને સુખ “અપૂર્વી રસભરપૂર!' લાગી જાય પછી વારંવાર એ સુખ મેળવવા તે વલખાં મારે છે. સંસારનાં પૌલિક સુખો તો જીવને સ્વાધીન ન હોવાથી, ઘણાં સુખો માટે માત્ર વલખાં જ મારવાના રહે છે. જ્યારે જ્ઞાનમગ્નતાનું સુખ તો સ્વાધીન છે. જ્યારે એ સુખની ભાવના જાગે ત્યારે ભાવના સફળ બનાવી શકાય તેમ છે.
વાત એ છે કે જ્ઞાનમગ્નતાનું સુખ શબ્દો સાંભળવાથી નહિ અનુભવાય. તે માટે તો અનુભવ સ્વયં કરવો પડે છે.
शमशैत्यपुषो यस्य विप्रुषोऽपि महाकथाः ।
किं स्तुमो ज्ञानपीयूषे तत्र सर्वांगमग्नता? ।।७।।१५।। અર્થ : જ્ઞાનામૃતના એક બિંદુની પણ ઉપશમરૂપ શીતળતાને પોષણ કરનારી પણ વાર્તાઓ છે, તો પછી જ્ઞાનામૃતમાં સર્વાગ મગ્નતાની તો શી રીતે સ્તુતિ કરીએ?
વિવેચન : માત્ર એક બિંદુ જ્ઞાનપીયૂષનું એક બિંદુ... તેના પણ શું પ્રભાવો વર્ણવીએ? એક-એક બિંદુ પાછળ ચિત્તને ઉપશમરસમાં તરબોળ કરી દે તેવી મહાકથાઓ...મહાકાવ્યો રચાયેલાં પડ્યાં છે. જ્ઞાનામૃતનું
For Private And Personal Use Only