________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
મગ્નતા એક-એક બિંદુ ક્રોધ-માન-માયા અને લોભના ધખધખતા દાવાનલને બુઝાવી શકે છે. આહાર-ભય-મૈથુન અને પરિગ્રહની ભડભડતી આગોને બુઝાવી શકે છે.
રૂપરાણી કોશ્યાની કામોદ્દીપક ચિત્રશાલામાં ચાતુર્માસ રહી શ્રી સ્થૂલભદ્રજીએ કામવિજય કર્યો. સારી દુનિયાને હેરત પમાડી દીધી. તેની પાછળ કયું મહાન તત્ત્વ રહેલું હતું? જ્ઞાનપીયૂષનું એક બિંદુ પૂર્ણાનન્દનું એક બિંદુ
નિર્દોષ. નિષ્પાપ મદનબ્રહ્મ મુનિને પકડી, ખાડામાં ઉતારી, કૂર હૈયે રાજાએ તેમના ગળા પર તલવાર ચલાવી દઈ. લોહીથી ધરતીને રંગી...મુનિએ ક્રોધવિજય કરી આત્મસ્વરૂપની પૂર્ણતા પ્રાપ્ત કરી. તેની પાછળ કયું પરમ રહસ્ય કામ કરી ગયું હતું? જ્ઞાનામૃતનું એક બિંદુ પૂર્ણાનન્દનું એક બિંદુ
રાજઋદ્ધિ...રમણીઓનો ત્યાગ કરી રાજ કુમારમાંથી મુનિરાજ બનેલા લલિતાંગ મુનિના આહારના પાત્રમાં ચાર તપસ્વી મુનિઓ રોષથી થૂક્યા. છતાં લલિતાંગ મુનિના હૃદયમંદિરમાં ઉપશમરસની સુમધુર વાંસળી વાગતી જ રહી.. એ વાંસળીના સૂરોએ શિવસુંદરીને આકર્ષી લીધી... એ ઉપશમરસની વાંસળીનું વાદન કરનાર કોણ હતું? જ્ઞાનામૃતનું એક બિંદુ.. પૂર્ણાનન્દનું એક બિંદુ!
આવી તો સેંકડો મહાકથાઓનું સર્જન કરી, જ્ઞાનબિંદુઓએ અનંતકાળથી આ પૃથ્વી પર ઉપશમરસનું ઝરણું વહેતું રાખ્યું છે. તેમાં અનંત અનંત આત્માઓએ સ્નાન કરી પોતાના સંતપ્ત અંતરાત્માઓને પ્રશાંત કર્યા છે.
જ્ઞાનામૃતમાં સર્વાંગસંપૂર્ણ સ્નાન કરી રહેલા પરમ પુરુષોની કયા શબ્દોમાં સ્તુતિ કરવી? તેઓ શબ્દના વિષય નથી.... તેઓને તો, આંખો બંધ કરીને, ભાવપૂર્ણ અંતરથી જોયા જ કરીએ...જોયા જ કરીએ. એથી વિશેષ આપણે કંઈ જ કરી શકીએ એમ નથી...
यस्य दृष्टिः कृपावृष्टिर्गिरः शमसुधाकिरः ।
तस्मै नमः शुभज्ञानध्यानमग्नाय योगिने ।।८ ।।१६।। અર્થ : જેમની દૃષ્ટિ કૃપાની વૃષ્ટિ છે અને જેમની વાણી ઉપશમરૂપ અમૃતનો છંટકાવ કરનારી છે, તે પ્રશસ્ત જ્ઞાન-ધ્યાનમાં લીન થયેલા યોગીને નમસ્કાર હો!
વિવેચન : જુઓ, તેમની દૃષ્ટિમાંથી કરુણા વરસી રહી છે. કેવળ કરુણાસદેવ કરુણાસારાય વિશ્વ પર કરુણા વરસી રહી છે!. “સહુ જીવોનાં દુઃખ દૂર થાઓ, સહુ જીવોનો કર્મધેશ નાશ પામો...'
For Private And Personal Use Only