________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
૧૮
જાણો છો કયા વાદળમાંથી કરુણા વરસી રહી છે? જ્ઞાનધ્યાનની મગ્નતાનું એ વાદળ છે. એમાંથી કરુણાની વર્ષા થઈ છે. કેવું અપૂર્વ વાદળ! કેવી અનુપમ વર્ષા... જે કોઈ એ વર્ષોમાં સ્નાન કરે તેના તન-મનના ઉકળાટ શમી જાય...તન-મનના મેલ ધોવાઈ જાય.
તેમની વાણી પણ કેવી મધુર છે! જાણે અમૃત..જાણે મધુ. જે કોઈએ વાણીનું શ્રવણ કરે, એના ક્રોધ-માન-માયા અને લોભના ઉન્માદ શમી જાય, એના હૃદયમાં ઉપશમરસ રેલાઈ જાય. ક્યારેય એમની વાણીમાંથી રોષનો લાવારસ ન નીકળે, કે ક્યારેય રોગના પ્રલાપો ન સંભળાય. જ્યારે સાંભળો ત્યારે આતમના હિતની વાત...તે પણ મીઠી સાકર જેવી!
આવા મહાયોગીનાં ચરણોમાં આપણે નમસ્કાર કરીએ.. ભાવપૂર્વક વંદના કરીએ... એ માટે એમની સન્મુખ થઈએ. એમની કરુણાના પાત્ર બનીએ. એમની વાણીનું શ્રવણ કરવાની યોગ્યતાને પ્રાપ્ત કરીએ. “હે મહાયોગી! આપને અમારી વંદના હો.”
અહીં સાધક આત્માને બે મહત્ત્વની વાતો પ્રાપ્ત થાય છે. જેમ જેમ જ્ઞાન અને ધ્યાનમાં આત્માની મગ્નતા થતી જાય તેમ તેમ તેની દૃષ્ટિમાં અને તેની વાણીમાં પરિવર્તન થવું જોઈએ, વિશ્વનું અવલોકન કરુણાદષ્ટિથી કરવાનું અને વિશ્વના જીવો સાથે ઉપશમરસ-ભરપૂર વાણીથી વ્યવહાર કરવાનો. આ માટે જગતના જીવો પ્રત્યે જે દોષદૃષ્ટિ છે, તેના સ્થાને ગુણદૃષ્ટિનું સર્જન કરવાનું. જ્ઞાનધ્યાનની મગ્નતામાંથી ગુણદૃષ્ટિ પ્રગટે અને ગુણદૃષ્ટિમાંથી સકલ જીવો સાથેનો સંબંધ પ્રશસ્ત બને.
For Private And Personal Use Only