________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
મગ્નતા અપૂર્વ આનંદ અનુભવવા મળે. બીજે દિવસે એ આનંદમાં વૃદ્ધિ થાય. ત્રીજે દિવસે એ આનંદ વિશેષ વૃદ્ધિ પામે.. એક મહિનો પૂર્ણ થતાં તેનો આનંદ, દૈવી સુખોમાં નિરંતર રમણ કરતા વ્યંતરદેવોના આનંદને વટાવી જાય! પછી મનુષ્યલોકનાં તુચ્છ અને ગંદાં સુખો તરફ તો એની દૃષ્ટિ જ ક્યાં રહી? એમ કરતાં કરતાં દિનપ્રતિદિન જ્ઞાન-દર્શન-ચારિત્રમાં પૂર્ણતાના આનંદમાં એ એટલો બધો મગ્ન બની જાય કે બાર મહિનાના અંતે તો અનુત્તરદેવનાં સુખો પણ તેને આકર્ષી શકતાં નથી! ચિત્તસુખને 'તેજોલેશ્યા” કહેવામાં આવે છે. એ ચિત્તનું સુખ બાર મહિનાના અંતે તો પરાકાષ્ઠાએ પહોંચે.
આત્માનંદની પૂર્ણાનન્દની આ ક્રમિક વૃદ્ધિ માત્ર સાધુ જ કરી શકે, એમ શ્રી ભગવતીસૂત્રમાં કહેવાયું છે. પરંતુ સાધુ કેવા પ્રકારની સાધના કરે તો પૂર્ણાનન્દની ક્રમિક વૃદ્ધિ કરી શકે, તે વાત અહીં પૂજનીય ઉપાધ્યાયજી સમજાવે છે.
ઇન્દ્રિયો અને મન, દર્શન-જ્ઞાન-ચારિત્રના વિશ્રાન્તિગૃહમાં છે? પૌલિક વિષયોને જોતાં...આસક્તિ થતાં... ઝેર પીધું' એમ લાગે છે? ક પર-ભાવોમાંથી કર્તુત્વનું અભિમાન દૂર થયું? જ ધનસંપત્તિનો ઉન્માદ અને રમણીઓ પરનો રાગ ઓસરી ગયો?
જે સાધક આ પ્રશ્નોના ઉત્તરમાં “હા !” કહે, તે સાધકમાં જ પૂર્ણાનન્દની ક્રમિક વૃદ્ધિ સંભવી શકે. પૂર્ણાનન્દની ક્રમિક વૃદ્ધિ માટે પણ ઉપરોક્ત ચાર વાતોને સિદ્ધ કરવા પુરુષાર્થ કરવો જોઈએ. આ ચાર વાતો સિદ્ધ થઈ, કે પૂર્ણાનન્દ વધવા માંડ્યો સમજો.
ज्ञानमग्नस्य यच्छर्म तद्वक्तुं नैव शक्यते ।
नोपमेयं प्रियाश्लेषैर्नापि तच्चन्दनद्रवैः ।।६।।१४ ।। અર્થ : જ્ઞાનમાં મગ્ન થયેલાને જે સુખ છે તે કહી શકાય તેવું નથી. તેમ તે સ્ત્રીના આલિંગનના સુખ સાથે કે બાવનાચંદનના વિલેપનની સાથે પણ સરખામણી કરવા યોગ્ય નથી.
વિવેચન : આકાશની કોઈ ઉપમા બતાવશો? સાગરની કોઈ ઉપમા આપશો? વિશ્વમાં જે એક અને અદ્વિતીય હોય તેની ઉપમા આપવા મહાકવિ પણ સમર્થ નથી બન્યા. જ્ઞાનમગ્નતામાંથી પ્રગટ થતું સુખ પણ તેવું એક અને અદ્વિતીય છે. * જુઓ પરિશિષ્ટ ૨.
For Private And Personal Use Only