________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
જ્ઞાનુસાર અનાદિકાળથી પુદ્ગલભાવોની નિયંત્રણાને તોડવા માટે આત્મભાવની રમણતા વધતી જ રહે. તે રમણતા માટે જ્ઞાનદર્શન અને ચારિત્રની આરાધના જ મુનિનું સાધ્ય છે.
यतः प्रवृत्तिर्न मणी लभ्यते वा न तत् फलम् । अतात्त्विकी मणिज्ञप्तिमणिश्रद्धा च सा यथा ।।४11१००।। तथा यतो न शुद्धात्मस्वभावाचरणं भवेत्।
फलं दोषनिवृत्तिर्वा न तज्ज्ञानं न दर्शनम् ।।५।।१०१।। અર્થ : જેમ, જેથી મણિને વિષે પ્રવૃત્તિ ન થાય અથવા પ્રવૃત્તિનું ફળ ન પ્રાપ્ત થાય તે અવાસ્તવિક મણિનું જ્ઞાન અને મણિની શ્રદ્ધા છે. (૧૦૦) તેમ, જેથી શુદ્ધ આત્મસ્વભાવનું આચરણ અથવા દોષની નિવૃત્તિરૂપ ફળ પ્રાપ્ત ન થાય તે જ્ઞાન નથી અને શ્રદ્ધા નથી. (૧૦૧)
વિવેચનઃ સાચેસાચ જે મણિ નથી, કાચનો ટુકડો છે. તેને મણિ માની લો અને “આ મણિ છે” એવી શ્રદ્ધા પણ કરી લો, તો શું એ માની લીધેલો મણિ સાચા મણિની પ્રવૃત્તિ કરશે? સાચા મણિનું કાર્ય કરશે? અને સાચા મણિ દ્વારા પ્રાપ્ત થતું ફળ પણ શું એ માની લીધેલા મણિ દ્વારા પ્રાપ્ત થાય ખરું? અર્થાત્ જે વસ્તુ મણિનું કાર્ય ન કરે અને મણિથી પ્રાપ્ત થતું ફળ ના મેળવી આપે, તે વસ્તુમાં “આ મણિ છે” એવું જ્ઞાન અને એવી શ્રદ્ધા અતાત્ત્વિકઅસત્ય છે. સાચો મણિ સર્પનું ઝેર ઉતારવાની ક્રિયા કરે છે. શું કાચનો ટુકડો ઝેર ઉતારે ? સાચો મણિ ઝવેરીને વેચો, લાખ રૂપિયાનું ફળ મળે છે; કાચના ટુકડાના લાખ રૂપિયા મળશે?
તેમ જેનાથી શુદ્ધ આત્મસ્વભાવમાં પ્રવૃત્તિ ન થાય અને શુદ્ધ આત્માનું ફળ-દોષનિવૃત્તિ પ્રાપ્ત ન થાય, તેવું જ્ઞાન જ્ઞાન નથી, તેવી શ્રદ્ધા વાસ્તવિક શ્રદ્ધા નથી.
જ્ઞાન અને શ્રદ્ધાની યથાર્થતા માપવાનું કેવું સચોટ યંત્ર અહીં બતાવવામાં આવ્યું છે! શું શુદ્ધ આત્મસ્વભાવની નિકટતા કરનારું-આત્મસ્વભાવને અનુસરનારું આચરણ છે? શું તમારા રાગ-દ્વેષ અને મોહ મંદ-મંદતર થતા જાય છે? જો હા, તો તમારું આત્મજ્ઞાન અને આત્મશ્રદ્ધા યથાર્થ છે, એમ તમારે સમજવું જોઈએ. આચરણમાં વિશુદ્ધ આત્માનું ઓજસ ચમકવું જોઈએ.... કમની કલંકપંક-કાલિમા નહિ... કર્મોના વિચિત્ર પ્રભાવો નહિ.
For Private And Personal Use Only