________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦.
જ્ઞાનસાર એ એંઠવાડ ખાઈખાઈને જુઓ, તમારો દેહ કેટલો રોગથી ઘેરાઈ ગયો છે!
શ્રાવકજીવનની અને સાધુજીવનની પવિત્રક્રિયાઓ; દેવલોકનાં કલ્પવૃક્ષોનાં મધુર ફળ છે, ઉત્તમ ભોજન છે. પરંતુ એ ભોજન કરવા પૂર્વ આત્મારૂપી ભાજનમાં પડેલી પાપક્રિયાઓના એંઠવાડને સાફ કરી નાખવો જોઈએ. અર્થાત્ પાપક્રિયાઓનો ત્યાગ કરીને ધર્મક્રિયાઓ કરવામાં આવે તો જ તેના અપૂર્વ સ્વાદનો અનુભવ થાય. - ભોજન કર્યા પછી મુખવાસ પણ જોઈએ ને? મઘમઘ સોડમછલકતી સમતા, એ મુખવાસ છે. જ્ઞાનના અમૃતજામ પીધા અને સમ્યફ ક્રિયાનાં દેવી ભોજન કર્યા. પરંતુ સમતાનાં મુખવાસિયાં ન લીધાં તો તૃપ્તિનો ઓડકાર નહી આવે.
ગંભીર ચિંતનથી સાંપડેલા પરમ તૃપ્તિના માર્ગને લક્ષમાં રાખી જ્યારે હૃદય ભાવસંસારમાં પ્રવૃત્ત થાય છે, ત્યારે જ માર્મિક પ્રભાવ ઉદ્દભવે છે. અહીં ઉપાધ્યાયજી મહારાજના તર્કની કોઈ કરામત નથી, પરંતુ તેઓની ભાવપ્રેરિત પ્રતીતિ છે. જ્યારે આપણે એ પ્રતીતિ કરીશું, ત્યારે એ પરમ તૃપ્તિના માર્ગે હોંશભેર દોડવા માંડીશું. પછી જગતનાં જડ-ભોજન અને મેલાં પેય પીવાની ઇચ્છા.. મૂર્છા મૃતપ્રાયઃ બની જશે. જ્ઞાન-ક્રિયા અને સમતાની વાસના જાગી જશે. પછી મુનિજીવનની જે મસ્તી પ્રગટશે અને પૂર્ણાનન્દ તરફનું જે પ્રયાણ થશે, તે વિશ્વને ચમત્કાર ઉપજાવે તેવું હશે. અનેક જીવો એવા મુનિજીવન પ્રત્યે આકર્ષાશે, એનાથી પ્યાર કરશે, એને અપનાવવા ઉત્સાહિત બનશે.
ક્ષણિક તૃપ્તિના પુરુષાર્થને ત્યજીને, ચાલો આપણે પરમ... શાત્ તૃપ્તિનો ધરખમ પુરુષાર્થ પ્રારંભીએ.
स्वगुणैरेव तृप्तिश्चेदाकालमविनश्वरी ।
ज्ञानिनां विषयैः किं तैर्यैर्भवेत्तृप्तिरित्वरी ।।२।७४ ।। અર્થ : જો જ્ઞાનીને પોતાના જ્ઞાનાદિ ગુણો વડે જ હમેશાં વિનાશ ન પામે તેવી તૃપ્તિ થાય; તો જે વિષયો વડે થોડા કાળની તૃપ્તિ થાય છે, તે વિષયોનું શું પ્રયોજન છે?
વિવેચન : ત્યાં સુધી જ પાંચ ઇન્દ્રિયોના પ્રિય વિષયો-પદાર્થો પ્રત્યે આકર્ષણ રહે છે, જ્યાં સુધી આત્માએ પોતાના તરફ નથી જોયું! જ્ઞાન-નયન ખોલીને જ્યાં પોતાના તરફ જોયું.. તેને એવા અ-ભૌતિક શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ મળી આવે છે કે જે તેની અનંતકાળ-જૂની અતૃપ્તિને ભાંગી
For Private And Personal Use Only