________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ
તૃપ્તિ
पीत्वा ज्ञानामृतं भुक्त्वा क्रियासुरलताफलम् ।
સામ્યતાનૂનમાસ્વાદ્ય વૃત્તિ ચાતિ પર પુનઃ II9TI૭રૂ II અર્થ : જ્ઞાનરૂપ અમૃત પીને ક્રિયારૂપ કલ્પવેલનાં ફળ ખાઈને, સમભાવરૂપ તાંબૂલને ચાખીને સાધુ અત્યંત તૃપ્તિ પામે છે.
વિવેચન : પરમ તૃપ્તિ.. પછી ક્યારેય અતૃપ્તિનો અગ્નિ પ્રદીપ્ત ન થાય તેવી તૃપ્તિ કરવાનો કેવો સ્વચ્છ.. સીધો અને નિર્ભય માર્ગ બતાવ્યો છે! જ્ઞાનઅમૃતનું મધુર પાન કરો, ક્રિયા-સુરલતાનાં ફળોનું મિષ્ટ ભોજન કરો અને પછી સમતાના તાંબૂલથી મુખને સુવાસિત કરો!
શા માટે જગતના ભૌતિક પેયનું પાન કરવું? મલિન, પરાધીન અને ક્ષણમાં વિલીન થઈ જનારા ભૌતિક પેય પદાર્થોનું પાન કરવામાં જીવાત્માનું મન રાગ-દ્વેષથી મલિન બને છે. એ પેય પદાર્થોને પ્રાપ્ત કરવા માટે અન્ય જીવોની ગુલામી... અપેક્ષા અને ચાટ કરવાં પડે છે.. એ બધું કરીને પ્રાપ્ત પેય પદાર્થોનું પાન કર્યા પછી પણ એની તૃપ્તિ કલાક-બે કલાકમાં વિલીન થઈ જાય છે! પુનઃ એ પદાર્થો માટે રાગ-દ્વેષ...ગુલામી અને ક્ષણિક આનંદ! આ વિષચક્રમાં ફસાયેલો જીવાત્મા ક્યાંથી અંતરંગના આનંદ-મહોદધિમાં ડૂબકી લગાવી શકે? હવે છોડ એ જગતના પેય પદાર્થોનું પાન કરવાની લત! મારા આત્મદેવ, હવે તો જ્ઞાનના અમૃતકુંભ સામે જુઓ.. એનાથી પ્યાર કરો. નિરંતર એ અમૃતકુંભને પાસે ને પાસે રાખો. જ્યારે તૃષા લાગે ત્યારે એ અમૃતકુંભનું અમૃત પી લો. તેમાં નથી રાગ-દ્વેષથી મલિન થવાનું, નથી જગતના સ્વાર્થીજનોની ગુલામી કરવાની કે નથી દુનિયાના દ્વારે દ્વારે ભટકવાનું.
પછી ખાવાનું શું? એ પ્રશ્ન મૂંઝવે છે? મૂંઝાઓ નહિ. એવું સર્વ રસોથી પરિપૂર્ણ...અજેય શક્તિદાયી અને અનંત યૌવનને અખંડ રાખનારું ભોજન તૈયાર છે! તમે તમારું ભોજનપાત્ર ખોલો. અરે, પણ તમારા પાત્રમાં કેટલી ગંદકી ભરી છે!...કેટલી દુર્ગધ ઊડી રહી છે! ભાઈ, આ પાત્રને ધોઈને સ્વચ્છ તો કરો! ગંદા પાત્રમાં આવું ઉત્તમ ભોજન કેવી રીતે પીરસીએ? ગંદા પાત્રમાં લીધેલું ઉત્તમ ભોજન પણ ગંદું બની જાય, દુર્ગધમય બની જાય... રોગોને પેદા કરનારું થઈ જાય. શું આવું ઉત્તમ ભોજન સામે હોવા છતાં તમે તમારી પાસે રહેલા એંઠવાડનો મોહ નથી છોડી શકતા? ઘણો ખાધો એંઠવાડ...
For Private And Personal Use Only