________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃપ્તિ
૧
શકે છે. તે સદાકાળ તેની પાસે જ રહે છે. ભલા, આવી સ્વાધીન અને અવિનાશી તૃપ્તિ મળ્યા પછી કોણ જગતના પરાધીન અને વિનાશી વિષયો પાછળ દોડે?
પ્રાણપ્રિય પ્રેયસીના પ્રેમના માધુર્યથી છલકાતાં શબ્દો અને તન-મનધનની કુરબાની કરી દેતા ભક્તનાં ભક્તિસભર વચનો સાભળી જે તૃપ્તિ... જે આનંદની પ્રાપ્તિ થાય છે, તે આનંદ થોડાં કલાકો માટે, થોડાં દિવસો અને મહિના માટે જ હોય છે... એની એ પ્રેયસીમાં પરિવર્તન આવે છે... તેના મુખમાંથી હૃદયને આરપાર ભોંકી દે તેવાં અંગારવૃષ્ટિ કરતાં તીરો છૂટવા માંડે છે! એના એ ભક્તો ભક્તિશૂન્ય બની ભડભડતી આગ જેવા અપવાદ બોલવા માંડે છે! ક્યાં રહી તૃપ્તિ?
ત્યારે શું રૂપને જોઈને... શાશ્વત તૃપ્તિ પ્રાપ્ત થાય છે? ના રે ના. ભલેને સ્વર્ગલોકની રંભા-ઉર્વશીનાં રૂપ કેમ ન હોય! એકનું એક રૂપ સા ટકતું નથી...સદા આનંદ આપતું નથી. જ્ઞાનવ્રુષ્ટિ એ ચામડાનાં રૂપ નીચે રહેલી હાડ, માંસ અને લોહીની બીભત્સતાને જુએ છે... રૂપ તેને આકર્ષી શકતું નથી. જ્ઞાનદૃષ્ટિને તો આતમદેવના મંદિરમાં બિરાજેલા પરમાત્માનાં રૂપ એવાં ગમી ગયાં હોય છે કે એ તો ટસીટસીને એ જ રૂપ જુએ છે અને એ રૂપમાં ખોવાઈ જાય છે. એમાં જ પરમ તૃપ્તિ અનુભવે છે.
દુનિયામાં એવો કર્યો ૨સ છે કે જેનો વર્ષો સુધી...જન્મો સુધી ઉપભોગ કરીને જીવ તૃપ્ત બની ગયો હોય? શું જન્મથી માંડી આજ દિન સુધી ઓછા રસ અનુભવ્યા? તૃપ્તિ થઈ ગઈ? ના. ક્ષણિક તૃપ્તિ થઈ. બીજા જ દિવસે પુનઃ અતૃપ્તિ! એક મોસમમાં તૃપ્તિ... બીજી જ મોસમમાં પુનઃ અતૃપ્તિ!
હવે કોઈ પુષ્પની સુવાસ કે અત્તરોની સુગંધની તમને ઇચ્છા નથી ને? તૃપ્તિ થઈ ગઈ? હવે ક્યારે એ પણ સુવાસ... સુગંધ માટે તમે વ્યાકુળ... આતુર નહીં બનો ને? જ્યાં સુધી સ્વગુણોની સુવાસના ભ્રમર નહીં બનો, ત્યાં સુધી જડ પદાર્થોની પરિવર્તનશીલ સુવાસ માટે ભટકતા રહેવું પડશે. હા, સ્વગુણો (દર્શન-જ્ઞાન-ચારિત્ર)ની સુવાસમાં લયલીન બન્યા પછી ભૌતિક પદાર્થોની સુવાસ દુર્ગંધ લાગશે.
કોમળ...મુલાયમ ચામડીના સ્પર્શ જિંદગીભર કર્યે જાઓ... જન્મ-જન્માંતર સુધી કર્યે જાઓ; તૃપ્તિ નહીં થાય કે ‘બસ, હવે તો ધરાઈ ગયા; હવે તો વિષયભોગની તૃપ્તિ થઈ ગઈ.’
For Private And Personal Use Only