________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
જ્ઞાનસાર
સંકલ્પ કરી જીવન જીવવામાં આવે, તો મધ્યસ્થ દૃષ્ટિ ખૂલી જાય અને સમભાવનું સંવેદન અનુભવવામાં આવે.
विभिन्ना अपि पन्थानः समुद्रं सरितामिव ।
मध्यस्थानां परं ब्रह्म पाप्नुवन्त्येकमक्षयम् । । ६ । । १२६ ।।
અર્થ : મધ્યસ્થોના જુદા-જુદા પણ માર્ગો એક અક્ષય, ઉત્કૃષ્ટ પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે, જેમ નદીઓના જુદા-જુદા પ્રવાહો સમુદ્રને મળે છે.
વિવેચન : નદીઓના માર્ગ ભિન્ન ભિન્ન હોય છે, પરંતુ ભિન્ન ભિન્ન માર્ગો સમુદ્રમાં આવી મળે છે... એક બની જાય છે.
આ એક એવું ઉદાહરણ આપણી સામે છે કે જો એના રહસ્યને સમજવામાં આવે તો સાધના-પથ પર ચાલી રહેલા સર્વ જીવો પ્રત્યે મૈત્રી અને પ્રમોદ આવ્યા વિના ન રહે.
કોઈ નદી ઉત્તરમાં વહે છે, તો કોઈ નદી દક્ષિણ પ્રદેશને ફળદ્રુપ કરતી વહેતી જાય છે. કોઈ પૂર્વ-પ્રદેશને નિરંતર સિંચતી દોડતી જાય છે, તો કોઈ પશ્ચિમકાંઠાને લીલોછમ કરતી સમુદ્ર તરફ ચાલી રહી છે. ભિન્ન દિશાઓમાં, ભિન્ન ભિન્ન પ્રદેશો... પરંતુ સહુની ગતિ સમુદ્ર તરફ! કોઈ નદીનો માર્ગપટ વિશાળ હોય છે, કોઈનો ટૂંકો. કોઈ નદીની ઊંડાઈ વિશેષ હોય છે, કોઈની ઓછી. કોઈનો પ્રવાહ તીવ્ર હોય છે, કોઈનો મંદ... પરંતુ તેનું ગમન સમુદ્ર તરફ હોય છે. સમુદ્રમાં સહુ નદી પોતાનું અલગ અલગ અસ્તિત્વ ભૂલી જાય છે અને સમુદ્રરૂપે બની જાય છે.
બધી સાધનાઓ... આરાધનાઓ... તેની પદ્ધતિઓ ભલે ભિન્ન હો, પરંતુ એ અંતે મોક્ષમાં જઈ મળે છે. અપુનર્બંધક, માર્ગપતિત, માર્ગાભિમુખ, સમકિતી, દેશિવરિત કે સર્વવિરતિ...કોઈ પણ જીવ હો, સહુ પરમબ્રહ્મ તરફ ગતિવાળા છે. માટે કોઈના પ્રત્યે રાગ-દ્વેષ કરવાની જરૂર નથી. જે મધ્યસ્થ દૃષ્ટિવાળા જીવો છે, તેમની મધ્યસ્થતાનો પ્રવાહ તેમને પરમબ્રહ્મરૂપ મહોદધિમાં મેળવી દે છે.
જે જીવ તીવ્ર ભાવથી પાપ કરતો નથી, તે ક્ષુદ્રતા, લાભતિ, દીનતા, મત્સર, ભય, શઠતા, અજ્ઞાન, નિષ્ફળ-આરંભી... વગેરે ભવાભિનંદીના ગુણોથી રહિત છે, શુક્લ પક્ષના ચન્દ્રની જેમ વૃદ્ધિ પામતા ગુણવાળો છે, એક ‘પુદ્દગલ-પરાવર્ત' કાળથી વિશેષ જેનું સંસાર પરિભ્રમણ નથી, તે જીવ ‘અપુનબંધક’ કહેવાય છે. ‘માર્ગપતિત’ અને ‘માર્ગાભિમુખ’ એ ‘અપુનર્બંધક’
For Private And Personal Use Only