________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૯
મધ્યસ્થતા અધ્યયન-મનન, આવરણરહિત આત્માના સ્વરૂપનું ધ્યાન.. આત્મભાવમાં લીન મહાત્માઓનો સમાગમ, સેવા અને સમ્યગુ જ્ઞાનની પ્રાપ્તિ.. અનુભવજ્ઞાનની પ્રાપ્તિ, પોતાનાં આવશ્યક કર્તવ્યોમાં નિષ્ઠા, સર્વત્ર ઔચિત્યનું પાલન... આ છે આત્મભાવમાં લીન થવાના ઉપાયો. આ રીતે મનને સમાધિમાં મગ્ન કરી શકાય. દર્દ કાળના અભ્યાસથી સમાધિમાં મગ્નતા સિદ્ધ થઈ શકે. તે છતાં ક્યારેક મન પરપદાર્થ તરફ ચાલ્યું પણ જઈ શકે છે, કારણ કે કર્મનો ઉદય વિચિત્ર છે. તે સમયે પરપદાર્થોને જોવાની વિશિષ્ટ દષ્ટિનો સહારો લેવો જોઈએ. જીવો પ્રત્યે મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ દૃષ્ટિ રાખવાં જોઈએ. જડ પ્રત્યે અનિત્યાદિ ભાવનાઓનો આશ્રય લેવો જોઈએ. એ રીતે મધ્યસ્થતાને અખંડ રાખવામાં આવે તો જ પ્રશમનું સુખ મન અનુભવી શકે.
પરના ગુણદોષ જોવામાં અકળામણ અનુભવ્યા વિના, એ આદતથી મુક્ત થવું સરળ નથી. પરના ગુણદોષ જોવાની એક આદત જ જીવને પડી ગઈ છે, અને તેથી તેની દૃષ્ટિ મધ્યસ્થ રહી શકતી નથી. તે ક્ષણમાં કોઈનો પક્ષપાતી, તો ક્ષણમાં કોઈ બીજાનો! કોઈ પર રાગી, તો કોઈ પર હેપી! અને એમાં પણ આનંદ માને! કર્તવ્ય સમજે!... છતાં પોતાની જાતને મુનિધર્મનો આરાધક સમજે! આ છે જીવોની પરના ગુણદોષ જોવાની આદત.
જીવોના દોષ જોવાની અને જડના ગુણ જોવાની; બહુધા જીવમાં આદત હોય છે. જીવોના દોષ જોઈ એના પ્રત્યે દ્વેષ, અને જડના ગુણ જોઈ એના પ્રત્યે રાગ કરે છે. જીવ ઉપર પણ જડના માધ્યમથી રાગદ્વેષ કરે છે. છતાં હું આ ગંભીર ભૂલ કરી રહ્યો છું” એમ એને નથી સમજાતું. એ તો ગુણદોષ જોવાના કદાગ્રહને પકડી રાખે છે અને તે કદાગ્રહને કુયુક્તિઓ દ્વારા પુષ્ટ કરે છે.
એવી રીતે અસત્ તત્ત્વોનો આગ્રહ પણ પરના ગુણદોષ જોવા પ્રેરે છે. પોતાની ભૂલ બુદ્ધિમાં ન સમજાતા સમ્યગુ મોક્ષમાર્ગને પણ ગુણદોષની દૃષ્ટિએ જુએ છે અને રાગ-દ્વેષી બને છે. આ બધી વિષમતાઓથી મુક્ત થવા સીધો અને સરળ માર્ગ આ છે : આત્મભાવમાં લીન થઈ જવું. પારકી પંચાત છોડી “સ્વ” તરફ એકાગ્ર બની જવું. જ્યાં સુધી “પર”નો વિચાર ચિત્તમાં રાગ-દ્વેષની હોળી સળગાવતો રહે ત્યાં સુધી સ્વ'માં ખોવાઈ જવું, તે ઉત્તમ માર્ગ છે.
જ્યાં સુધી “પર'નો વિચાર રાગ-દ્વેષી અને પક્ષપાતી બનાવે છે, ત્યાં સુધી હું મારી આત્મસાધનામાં... આત્મભાવનામાં લીન રહીશ,' આવો દઢ
For Private And Personal Use Only