________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
જ્ઞાનસાર 'निन्द्यो न कोऽपि लोके पापिष्ठेष्वपि भवस्थितिश्चिन्त्या' “વિશ્વમાં કોઈની પણ નિંદા ન કરું. પાષિષ્ઠ પણ નિંદનીય નથી. ભવસ્થિતિનો વિચાર કરો!”
ભવસ્થિતિનું ચિંતન કરવાનું કેટલું સુંદર સૂચન કર્યું છે! ભવસ્થિતિનું ચિંતન એટલે ચતુર્ગતિમય સંસારમાં પ્રત્યેક જડ-ચેતન દ્રવ્યના પર્યાયોના નિરંતર ચાલી રહેલા પરિવર્તનનું ચિંતની સાથે સાથે વિશુદ્ધ આત્મદ્રવ્યનું પણ ચિંતન કરવાનું. ___'स्तुत्या स्मयो न कार्यः कोपोऽपि च निन्दया जनः।'
કોઈ આપણી સ્તુતિ કરે છે, તે પણ તેના કર્મથી પ્રેરિત થઈને! તેમાં રાગ શા માટે કરવો? કોઈ આપણી નિંદા કરે છે, તે પણ તેના કર્મથી પ્રેરિત થઈને! આપણે દ્વેષ શા માટે કરવો? મધ્યસ્થતાને પ્રાપ્ત કરવા માટે જીવો. પર કર્મોનો કેવો કેવો પ્રભાવ પડે છે, કયા કયા કાર્ય પાછળ કયું કયું કર્મ કામ કરે છે, એ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. મધ્યસ્થ દૃષ્ટિનો વિકાસ તો થાય, પરંતુ આ દૃષ્ટિકોણ તો બીજા જડ-ચેતન દ્રવ્યો તરફ દૃષ્ટિ જાય ત્યારે અપનાવવાનો છે.
मनः स्याद् व्यापृतं यावत् परदोषगुणग्रहे ।
कार्यं व्यग्रं वरं तावन् मध्यस्थेनात्मभावने ।।५।।१२५।। અર્થ : જ્યાં સુધી મન પારકા દોષ અને ગુણને ગ્રહણ કરવામાં પ્રવર્તેલું હોય, ત્યાં સુધી મધ્યસ્થ પુરુષે આત્મધ્યાનમાં (મનને) આસક્ત કરવું શ્રેષ્ઠ છે.
વિવેચન : પરદ્રવ્યના ગુણદોષનો વિચાર કરવાની જ શી જરૂર છે? એવા ગુણદોષના વિચારથી મન રાગી-દ્વેષી બને છે. રાગ-દ્વેષી મન સમભાવનું આસ્વાદન કરી શકતું નથી. મનને પરદ્રવ્ય તરફ લઈ જ જવું ન જોઈએ. આ આત્મસ્વરૂપની રમણતામાં મનને પરોવી દેવાથી મન પરદ્રવ્ય તરફ જતું અટકી જાય છે.
આત્મસ્વરૂપની રમણતાનો વ્યાવહારિક માર્ગ વિચારવો જોઈએ, કે જે સાધક આત્મપ્રયોગમાં લાવી શકે અને આત્માનુભવનો આંશિક આસ્વાદ પણ અનુભવી શકે.
સદાગમોનું અધ્યયન-ચિંતન-પરિશીલન, અનિત્યાદિ ભાવનાઓનું ભાવન, આત્માના સ્વાભાવિક-વૈભાવિક સ્વરૂપનું ચિંતન, નવનિક્ષેપ અને સાદ્વાદશૈલીનું
For Private And Personal Use Only