________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨.૮૩
શાસ્ત્ર
શાસ્ત્રદૃષ્ટિ ઉપર જાય છે, સમગ્ર ઊર્ધ્વલોક દેખાય છે! એ સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા અસંખ્ય દેવેન્દ્રો અને દેવોનું એ જ્યોતિષચક્ર! એના ઉપર સૌધર્મ અને ઇશાન, સનકુમાર અને મહેન્દ્ર... દેવલોક, પછી બ્રહમ, લાંતક, મહાશુક, સહસાર.... ઉપર ઉપર રહેલા દેવલોકો. તેના ઉપર આનત અને પ્રાણત, એ પછી આરણ અને અય્યત દેવલોક! આ બાર દેવલોક જોયા? હવે એના ઉપરના એક પછી એક નવ રૈવેયક દેવલોક જુઓ. હવે તમે લોકાંતની નજીકનો રમણીય પ્રદેશ જોશો. જોયો એ પ્રદેશ? એ પાંચ અનુત્તરના નામે પ્રસિદ્ધ છે. ત્યાંથી જ્યાં અનંત સિદ્ધ ભગવંતો બિરાજેલા છે, તે સિદ્ધશિલા માત્ર બાર યોજન દૂર છે! એ સિદ્ધ ભગવંતોનું કેવું સુખ છે... અક્ષય અને અનંત-અવ્યાબાધ! ખેર, હમણાં તો એ જોઈને જ સંતોષ માનો; એને અનુભવવા માટે તો શરીરરહિત બનવું પડે!
હવે ચાલો નીચે દૃષ્ટિ કરો. જોજો ઘૂજી ન ઊઠતા! પહેલાં તો નીચે રહેલાં વ્યંતરોનાં અસંખ્ય ભવનો જુઓ.. ને વનોમાં રમણીય ઉદ્યાનોમાં ક્રીડા કરતા વાણવ્યંતરોને જુઓ... આ બધાં પણ દેવો છે, એમને “ભવનવાસી' કહેવામાં આવે છે. હવે નીચે ચાલો.
આ પહેલી નરક છે. તેનું નામ છે રત્નપ્રભા. એની નીચે શર્કરા પ્રભા છે... એની નીચે ત્રીજી નરક વાલુકાપ્રભા છે. ચોથી નરક જોઈ? કેવી ભયંકર છે? તેનું નામ છે પંકપ્રભા. પાંચમી નરકનું નામ છે ધૂમપ્રભા. છઠ્ઠી તમપ્રભા અને સાતમી મહાતમ પ્રભા. કેવો ઘોર અંધકાર!.... જીવો પરસ્પર કેવી કાપાકાપી કરે છે?... કેવી દુર્દાત્ત વેદના... ચીસો અને અસહ્ય ત્રાસ.. જોયું? જીવો મરવા ચાહે છે, પણ મરી શકતા નથી! હા, કપાઈ જાય, છુંદાઈ જાય પણ મરે નહીં! આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી ન કરી શકે! આ છે અધોલોક,
હવે તમે જ્યાં છો, તે મધ્યલોકને જુઓ. શાસ્ત્રચક્ષુથી એ પણ દેખાશે! એક લાખ યોજનનો જંબૂદ્વીપ. એની આસપાસ વીંટળાઈ રહેલો બે લાખ યોજનનો લવણસમુદ્ર, લવાસમુદ્રને વીંટળાઈને ધાતકીખંડ આવેલો છે. તે ચાર લાખ યોજન પ્રમાણ છે. એ પછી કાલોદધિસમુદ્ર..પુષ્કરવર દ્વીપ... પાછો સમુદ્ર...વળી દ્વીપ.... એમ મધ્યલોકમાં અસંખ્ય દ્વીપ અને સમુદ્ર છે. છેલ્લો સમુદ્ર સ્વયંભૂરમણ સમુદ્ર આવેલો છે.
For Private And Personal Use Only