________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪
જ્ઞાનસાર
ચૌદ રાજલોકની આ રચના જોઈ? એની સામે ઊભા રહીને તમે ચૌદ રાજલોકને જુઓ, તો તેનો આકાર કેવો લાગે છે? બે પગ પહોળા કરીને, બે હાથ કમર પર ટેકવીને ઊભેલા મનુષ્ય જેવો દેખાય છે ને?
૧૮
આ ‘ચૌદ રાજલોક’ કહેવાય છે, ‘રાજલોક' એ ક્ષેત્રનું એક માપ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અને જીવાસ્તિકાય-આ પાંચેય દ્રવ્યો શાસ્ત્રદૃષ્ટિથી દેખાય છે.
શ્રુતજ્ઞાનના ક્ષયોપશમ સાથે અચક્ષુદર્શન-આવરણનો ક્ષયોપશમ જોડાય, ત્યારે શાસ્ત્રચક્ષુ ખૂલે અને વાસ્તવિક વિશ્વદર્શન થાય. વિશ્વરચના, વિશ્વના પદાર્થો, એ પદાર્થોના પર્યાયોનું પરિવર્તન... વગેરેનું ચિંતન એ ‘દ્રવ્યાનુયોગ'નું ચિંતન છે. દ્રવ્યાનુયોગના ચિંતનમાં ખૂબ કર્મનિર્જરા થાય છે. મનના અશુભ વિચારો અટકે છે. દુનિયામાં બનતી વિચિત્ર ઘટનાઓ, અકસ્માતો અને પ્રસંગોમાં આશ્ચર્ય, કુતૂહલ કે જિજ્ઞાસાઓ પ્રગટતી નથી. આત્મા સ્થિતપ્રજ્ઞ દશા પ્રાપ્ત કરે છે. માટે શાસ્ત્રચક્ષુ ખોલો, એ બિડાઈ ન જાય તે માટે સદૈવ તેની સંભાળ રાખો. શાસ્ત્રચક્ષુનું દર્શન તમને આનંદથી ભરી દેશે.
शासनात् त्राणशक्तेश्च बुधैः शास्त्रं निरुच्यते ।
वचनं वीतरागस्य तत्तु नान्यस्य कस्यचित् ||३ । ।१८७।।
અર્થ : હિતોપદેશ ફરવાથી અને રક્ષાના સામર્થ્યથી પંડિતો વડે ‘શાસ્ત્ર' શબ્દની વ્યુત્પત્તિ કરાય છે. તે શાસ્ત્ર વીતરાગનું વચન કહેવાય છે, બીજા કોઈનું નહીં.
વિવેચન : વીતરાગનું વચન તે શાસ્ત્ર.
રાગી અને દ્વેષીનાં વચન શાસ્ત્ર ન કહેવાય. રાગી-દ્વેષી મનુષ્ય ગમે તેવો વિદ્વાન હોય, બુદ્ધિશાળી હોય... પણ તે વીતરાગના વચનોની અવગણના કરી, પોતાની કલ્પના અનુસાર ગ્રંથોનું નિર્માણ કરે તે શાસ્ત્ર ન કહેવાય, શાસ્ત્ર આત્મહિતનો ઉપદેશ આપે. શાસ્ત્ર સર્વ જીવોની રક્ષા કરવાનું કહે. શબ્દશાસ્ત્રની દૃષ્ટિએ ‘શાસ્ત્ર’ શબ્દમાંથી આ બે અર્થ નીકળે છે. शासनसामर्थ्येन च संत्राणबलेनानवद्येन ।
युक्तं यत् तच्छास्त्रं तच्चैतत् सर्वविद्वचनम् ||
૧૮. ચૌદ રાજલોકના સ્વરૂપ માટે જુઓ પરિશિષ્ટ. ૧૯. દ્રવ્યાનુયોગ વગેરે અનુયોગોનું સ્વરૂપ પરિશિષ્ટમાં જુઓ.
For Private And Personal Use Only
-
प्रशमरति