________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮ર
જ્ઞાનસાર અનુરૂપ અર્થહસ્ય કાઢવાનું હોય છે, પછી બીજા જીવોને એ શાસ્ત્ર-બોધ આપવાનું કાર્ય શરૂ કરવું જોઈએ.
પરમાત્મા જિનેશ્વર દેવના ધર્મશાસનમાં કોઈ એકાદ ગ્રંથ વાંચી-વિચારી લેવાથી કામ પૂર્ણ થતું નથી. અન્ય ધર્મોમાં તો એકાદ ગીતા, એકાદ બાઈબલ કે કુરાન વગેરે વાંચી લે એટલે તે તે ધર્મનો ખ્યાલ આવી જાય, પણ જૈન ધર્મ કોઈ એકાદ ગ્રંથમાં સમાઈ જાય તેવો સંક્ષિપ્ત નથી. એનું પદાર્થવિજ્ઞાન, એનો મોક્ષમાર્ગ, એનું ખગોળજ્ઞાન ને ભૂગોળજ્ઞાન, એનું શિલ્પ અને સાહિત્ય; એનું જ્યોતિષવિજ્ઞાન અને જીવવિજ્ઞાન.... એટલું બધું વિશાળ છે કે એ બધાંનો સંક્ષેપ કોઈ એક ગ્રંથમાં ન મળે! ઘણા માણસો પૂછે છે : “જૈન ધર્મનો એવો કોઈ એક ગ્રંથ છે? જેમ ગીતા, જેમ કુરાન, જેમ બાઈબલ?' ના, નથી. જૈનધર્મનું જ્ઞાન મેળવવા માટે જીવનનો મોટો સમય આપવામાં આવે, ત્યારે જ તેના સિદ્ધાંતો સમજી શકાય એવાં છે.
સાધુ ભગવંતને ધન કમાવાની, ઘર માંડવાની કે પુત્ર-પરિવારની સંભાળ રાખવાની-કંઈ જ જંજાળ હોતી નથી. ભારતની પ્રજા, તેમાં ય ખાસ જૈનસંઘ તેમની સર્વ જીવન-જરૂરિયાતો ભક્તિપૂર્વક પૂર્ણ કરે છે. સાધુ ભગવંતોને તો પંચમહાવ્રતમય પવિત્ર જીવન જીવવાનું અને શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવાનો! એ સિવાય કોઈ જ ચિંતા નહીં! ચર્મચક્ષનું તેજ કેટલું કીમતી સમજાય છે? શાસ્ત્રચક્ષુનું તેજ તેનાથી પણ વધુ મૂલ્યવાળું સમજાવું જોઈએ. જેટલી ચિંતા ચર્મચક્ષુની રાખવામાં આવે છે, તેનાથી વધુ ચિંતા શાસ્ત્રચક્ષની રાખવી જરૂરી છે. શાસ્ત્ર-દૃષ્ટિના પ્રકાશમાં વિશ્વ જેવું છે તેવું દેખાશે. વિશ્વનું યથાર્થ દર્શન થશે. ભ્રાન્તિઓ દૂર થશે. ચિત્ત વિષય-કષાયના વિચારોથી મુક્ત થશે. માટે શાસ્ત્રચક્ષુ મેળવો ને ઉજ્વલ કરો.
पुरः स्थितानिवोर्ध्वाधस्तिर्यग्लोकविवर्तिनः ।
सर्वान् भावानवेक्षन्ते ज्ञानिनः शास्त्रचक्षुषा ।।२।।१८६ ।। અર્થ : જ્ઞાનીપુરુષ શાસ્ત્રરૂપ ચક્ષુથી ઊર્ધ્વ-અધો અને તિસ્કૃલોકમાં પરિણામ પામતા સર્વ ભાવોને સન્મુખ રહેલા હોય તેમ પ્રત્યક્ષ દેખે છે.
વિવેચન : ચૌદ રાજલોક.. શાસ્ત્રદૃષ્ટિથી પ્રત્યક્ષ દેખાય! જાણે સામે જ ચૌદ રાજલોક ન હોય, તેમ દેખાય! શાસ્ત્રદષ્ટિનું તેજ... એનો પ્રકાશ એટલો તીવ્ર અને વ્યાપક છે. સર્વ ભાવોનું તેમાં દર્શન થાય.
For Private And Personal Use Only