________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસ્ત્ર
૨૮૧ चर्मचक्षुभृतः सर्वे देवाश्चवधिचक्षुषः।
सर्वतश्चक्षुषः सिद्धाः साधवः शास्त्रचक्षुषः ।।१।१८५।। અર્થ: બધાં મનુષ્યો ચર્મચક્ષને ધારણ કરનારા છે. દેવો અવધિજ્ઞાનરૂપ ચલુવાળા છે. સિદ્ધ સર્વ આત્મપ્રદેશે કેવળજ્ઞાન-કેવળદર્શનરૂપ ચક્ષુવાળા છે, અને સાધુઓ શાસ્ત્રરૂપ ચાવાળા છે.
વિવેચન : બધાં મનુષ્યોને ભલે ચર્મચક્ષુ હો, ચર્મચક્ષુથી ભલે વિશ્વના પદાર્થોને જુએ .. તમે મુનિરાજ છો, તમારી પાસે ચક્ષુશાસ્ત્ર છે, તમારે જે વિશ્વદર્શન કરવાનું, જે પદાર્થદર્શન કરવાનું તે ચક્ષુશાસ્ત્રથી જ કરવાનું છે.
દેવો અવધિજ્ઞાનરૂપ આંખોવાળા હોય છે. તેઓ જે કંઈ જાણે કે જુએ તે અવધિજ્ઞાનની જ આંખે! મુનિવર, તમે અવધિજ્ઞાની નથી, તમે તો શાસ્ત્રજ્ઞાની છો. તમારે જે કંઈ જાણવાનું-જોવાનું તે શાસ્ત્રની આંખે જ જાણવાનુંજોવાનું.
સિદ્ધ ભગવંતોને એક નેત્ર કેવળજ્ઞાનનું છે, ને બીજું નેત્ર કેવળદર્શનનું છે. તેઓ આ નેત્ર દ્વારા જ ચરાચર વિશ્વને જુએ ને જાણે. સાધુ ભગવંતો માટે શાસ્ત્ર એ જ ચહ્યુ! શાસ્ત્ર એ જ નેત્ર...આંખો. આંખો ખુલ્લી રાખીને જ જગતને જોજો. જો આંખો બંધ રાખીને જોવા જશો તો ભટકાઈ જશો.
સાધુ માટે દિવસ-રાતના ૨૪ કલાકમાં ૧૫ કલાક શાસ્ત્રસ્વાધ્યાય માટે રાખવામાં આવેલા છે, ૬ કલાક નિદ્રા માટે રાખેલા છે અને ૩ કલાકે આહાર-વિહાર અને નિહાર (વડીનીતિ) માટે ગોઠવેલા છે. શાસ્ત્રોના અધ્યયન વિના શાસ્ત્રચક્ષુ ખૂલે જ નહીં.
શાસ્ત્રચક્ષુ નવી ખોલવાની હોય છે. તે માટે વિનયપૂર્વક સદ્ગુરુદેવ પાસે શાસ્ત્રોની વાચના લેવાની, પછી શંકા ઉપસ્થિત થાય તો વિનયપૂર્વક ગુરુદેવને પ્રશન પૂછી શંકાનું સમાધાન કરવાનું. નિઃશંક બનેલા શાસ્ત્રપદાર્થો ભૂલી ન જવાય તે માટે તેનું પરાવર્તન કરવાનું.
પરાવર્તનથી તે શાસ્ત્રપદાર્થો સ્મૃતિમાં સુદઢ બની જાય, પછી એના પર ચિંતન કરવાનું. શાસ્ત્રોના શબ્દોનો અર્થનિર્ણય કરવાનો, ભિન્ન ભિન્ન “નયોથી તેના રહસ્યને સમજવાનું. એક જ શબ્દ જુદા-જુદા ઠેકાણે જુદા-જુદો અર્થ બતાવે. એક જ અર્થ સર્વત્ર કામ ન લાગે. તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવને ૧૭. જુઓ પરિશિષ્ટ
For Private And Personal Use Only