________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
જ્ઞાનસાર
લાગ્યો...સહુ સેવક-ગણ આ વિષભોજી ભ્રષ્ટ રાજાને ધિક્કારવા લાગ્યા. કંડરિકને વિષભોજનનું અજીર્ણ થયું. ભયંકર હિંસક વિચારોના ઓડકાર આવવા લાગ્યા. ઓડકારની હીચકીઓ વધી પડી... એ વિષભોજને તેના પ્રાણ લીધા અને સાતમી ન૨૬માં તેને પટકી દીધો.
‘વિષયેષુ પ્રવૃત્તાનાં વૈરાગ્યઃ જીતુ દુર્તમમ્' - પુદ્ગલોના પરિભોગમાં જ જે મશગુલ છે તેનામાં વૈરાગ્ય દુર્લભ સમજવો અને જેનામાં વૈરાગ્ય નહિ તેને સમ્યગ્ જ્ઞાની કેવી રીતે કહેવાય? સમ્યગ્ જ્ઞાન વિના જ્ઞાનાનન્દમાં તૃપ્તિ કેવી? જ્ઞાનાનન્દમાં તૃપ્તિ આવ્યા વિના ધ્યાન-અમૃતના ઓડકાર ક્યાંથી આવે?
જ્ઞાનમાં તૃપ્ત થયેલા આત્માને ધ્યાનરૂપ અમૃતના ઓડકાર આવ્યા જ કરે છે. આત્માનુભવમાં લીન થઈ ગયા પછી આત્મગુણોમાં તન્મયતારૂપ ધ્યાન ચાલ્યા કરે છે. એમાં એવી દિવ્ય આનંદની...આત્માનુભૂતિ હોય છે કે તે મનુષ્યની સામે જગતના કોઈ પણ પદાર્થ આવે તો પણ તે તેના પ્રત્યે આકર્ષાતો નથી.
માર્ગ પર નિર્મમભાવે ચાલ્યા જતા બંધકમુનિ જ્ઞાનામૃતનું પાન કરી તૃપ્ત બનેલા હતા. ધ્યાન-સુધાના ઓડકાર ચાલુ હતા ત્યાં રાજાના સૈનિકોએ આવીને તેમને પકડ્યા...તેમની ચામડી ઉતારવા તૈયાર થયા...લોહીતરસી છૂરીઓ કાઢી...છતાં બંધકમુનિ તો ધ્યાન-સુધાના ઓડકાર જ ખાઈ રહ્યા હતા! સૈનિકોએ મહામુનિના શરીરની ચામડી ઉતારવા માંડી...લોહીની ધારાઓ વહેવા લાગી...માંસના ટુકડાઓ કપાવા લાગ્યા. પરંતુ આ બધુ મહામુનિના ધ્યાન-સુધાના ઓડકારની પરંપરાને ન તોડી શક્યું! એ પરંપરાએ તો મહામુનિને ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં ચઢાવ્યા...જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય-ધાતીકર્મોનો ક્ષય કરી આપ્યો અને કેવળજ્ઞાન પમાડી દીધું!
વાસ્તવિકતા એ છે કે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ્ઞાનીના મનમાં એ જ્ઞાનનાં તત્ત્વો, રહસ્યો ઘોળાતાં રહેવાં જોઈએ, ધારા ચાલતી રહેવી જોઈએ. તો જ જ્ઞાન એ અમૃત છે, એવો અનુભવ થઈ શકે અને એ અનુભવ થયા પછી વૈયિક સુખભોગના અનુભવ અકારા...અળખામણા લાગે. શાસ્ત્રજ્ઞાનના ખૂબ ખૂબ પરિશીલન દ્વારા આત્મા એવો ભાવિત થઈ જાય છે કે જ્ઞાનજ્ઞાનીનો ભેદ ન રહેવા પામે. આવી સ્થિતિએ પહોંચવા માટે આ અષ્ટકના પૂર્વશ્લોકોમાં કહેલી વાતોનો જીવનમાં ક્રમશઃ પ્રયોગ કરવો જોઈએ.
For Private And Personal Use Only