________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
सुखिनो विषयातृप्ता नेन्द्रोपेन्द्रादयोऽप्यहो। भिक्षुरेकः सुखी लोके ज्ञानतृप्तो निरञ्जनः ।।८।।८।। અર્થ : વિષયોથી નહિ તૃપ્ત થયેલા ઇન્દ્ર, કૃષ્ણ વગેરે પણ સુખી નથી; એ આશ્ચર્ય છે. જગતમાં જ્ઞાનથી તૃપ્ત થયેલો કર્મ-મળરહિત એક સાધુ સુખી છે.
વિવેચન : કોઈ સુખી નથી મહાનુભાવ! વિષયોને વિષ-પ્યાલા પીનારો ઈન્દ્ર કે મહેન્દ્ર કોઈ સુખી નથી. નિરંતર અતૃપ્તિની આગમાં સળગતા રાજામહારાજાઓ કે શેઠ-શાહુકારો.કોઈ સુખી નથી. તમે ભલે એ બધાંને જોઈ માની લો-કેવા સુખી છે આ લોકો! તમારી માન્યતા કેટલી બધી ભ્રમણાભરેલી છે એ તો તમે એવા કોઈ શેઠ-શ્રીમંતને જઈને પૂછો. તેમના હૃદયની વાણી સાંભળો ત્યારે સમજાય.
દુનિયા.વર્તમાન વિશ્વનો સૌથી મોટો શ્રીમંત હેનરી ફોર્ડ કે જે અમેરિકાવાસી હતો, તેની પાછલી અવસ્થામાં એક પત્રકારે તેને પૂછ્યું :
“આપને બધી જાતનું સુખ છે પણ છતાંય એવી કોઈ વસ્તુ છે ખરી, જે આપને હજુ મળી નથી, એમ આપ માનો છો?'
ફોર્ડ જાણે અંતરથી બોલતો હોય એમ કહેવા લાગ્યો : “તમારી વાત સાચી છે. મારી પાસે ધન છે, કીર્તિ છે...પણ હજુ મને માનસિક શાંતિ મળી નથી! એવી શાંતિ આપનાર કોઈ મિત્ર મળ્યો નથી!'
દુનિયાના શ્રીમતો અને કીર્તિવંતોને જોઈ તેઓ સુખી છે' એ વિચાર ફેંકી દો. ભૌતિક પદાર્થોના સંયોગમાં વાસ્તવિક સુખ શાંતિ છે જ નહિ. ભલે ઈન્દ્રિયજન્ય સુખ હશે, પરંતુ માનસિક અશાંતિ એ સુખને ક્ષણ વારમાં દુઃખરૂપ બનાવી દે છે. તમે જ્યારે એમની આંતરિક અશાંતિનો કરુણ કલ્પાંત સાંભળશો, ત્યારે તમને એમના બંગલાઓ કરતાં તમારી ઝૂંપડી વધારે સારી લાગશે, એમની શ્રીમંતાઈ કરતાં તમારી ગરીબાઈ તમને આશીર્વાદરૂપ લાગશે..શ્રીમંતાઈ અને કીર્તિ ધિક્કારપાત્ર લાગશે.
તો શું જગતમાં કોઈ જ સાચો સુખી નથી? છે, જરૂર છે. “મિક્ષરે સુરવી તો!– એક માત્ર ભિક્ષુ-અણગારમુનિ આ વિશ્વમાં સાચા સુખી છે. શાથી એ સુખી છે? શું એમને કમાવું પડતું નથી માટે સુખી છે? ના, જે વિષયતૃષ્ણાને પોષવા તમારે કમાવું પડે છે એ વિષયતૃષ્ણા તેમને નથી માટે સુખી છે!
શ્રી ઉમાસ્વાતિજી મહારાજે મુનિને નિત્ય સુખી' કહ્યો છે!
For Private And Personal Use Only