________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
જ્ઞાનસાર निर्जितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् ।
विनिवृत्तपराशानामिहैव मोक्षः सुविहितानाम् ।।२३८।। જેણે પ્રચંડ મદ અને મદનને મહાત કરી દીધા છે, જેના મનમાં, વચનમાં કે કાયામાં વિકારનું વિષ નષ્ટ થઈ ગયું છે, જેમણે પર-પુદ્ગલની આશાઓનો ત્યાગ કરી દીધો છે તેવા મહાત્માઓને તો અહીં જ મોક્ષ છે!' આવા મહાત્માઓ શબ્દાદિ વિષયોના ઉપભોગનું દારુણ પરિણામ વિચારી, તેની અનિત્યતા અને દુઃખદાયિતાને સમજી, સંસારનાં રાગ-દ્વેષમય ભયંકર દુ:ખોનો ખ્યાલ કરી, પોતાના શરીર પર રાગ કરતા નથી, શત્રુ પર રોષ કરતા નથી, રોગોથી વ્યથિત થતા નથી, વૃદ્ધાવસ્થાથી અકળાતા નથી, મૃત્યુથી જરાય ડરતા નથી, આવા મહાત્માઓ નિત્ય સુખી' છે!
स्वशरीरेऽपि न रज्यति शत्रावपि न प्रदोषमुपयाति ।
रोगजरामरणभयैरव्यथितो यः स नित्यसुखी ।।२४०।। પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે આ બધી વાતોનો માત્ર બે શરતોમાં સમાવેશ કરી દીધો છે! જ્ઞાનતૃપ્ત અને નિરંજન મહાત્મા મહા સુખી છે. મહા સુખી બનવા માટેની આ બે અનિવાર્ય શરતો છે. એ બે શરતોને જીવનમાં પ્રયોગાત્મક બનાવવા ઉમાસ્વાતિ ભગવંતનું ઉપરોક્ત માર્ગદર્શન અગત્યનું છે.
For Private And Personal Use Only