________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૬
જ્ઞાનસાર તમે મુનિ-કક્ષા પ્રાપ્ત કરી એટલે હવે તમારી ફરિયાદ ન હોવી જોઈએ કે “ધ્યેયમાં મન સ્થિર રહેતું નથી.' જે ધ્યેય માટે તમે સંસાર ત્યજીને સાધુ બન્યા, એ ધ્યેયમાં તમારું મન ન લાગે, એ બની જ ન શકે. જે ધ્યેયને અનુસરવા તમે કેટલાંક વૈષયિક સુખો ત્યજી દીધાં એ ધ્યેયના ધ્યાનમાં તમે આનંદ ન અનુભવી શકો એ મનાય જ નહીં.
હા, તમે ધ્યેય ન વિસરી ગયા હો અને ધ્યેયહીન જીવન જીવતા હો તો તમારું મન ધ્યેયના ધ્યાનમાં સ્થિર ન રહે. સાથે સાથે તમે સુખી પણ ન રહો. તમને તમારી જાત દુ:ખી લાગે. પછી ભલે તમે “પાપોદય'નું બહાનું કાઢો કે ભવિતવ્યતાને દોષ દો.
ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતાનો સમય જ પરમાનન્દનો સમય છે, પરમ બ્રહ્મની મસ્તીનો કાળ છે. મુનિજીવન જીવવાનો એક અપૂર્વ લહાવો છે. એકતાન બનો, બેયમાં લયલીન બની જાઓ.
ध्याताऽन्तरात्मा ध्येयस्तु परमात्मा प्रकीर्तितः।
ध्यानं चैकाग्रयसंवित्तिः समापत्तिस्तदेकता ।।२ ।।२३४ ।। અર્થઃ ધ્યાન કરનાર અંતરાત્મા છે, ધ્યાન કરવા યોગ્ય તો પરમાત્મા કહેલ છે, (અર્ન) ધ્યાન એકાગ્રતાની બુદ્ધિ છે. આ ત્રણેયની એકતા તે સમાપત્તિ છે.
વિવેચન : અત્તરાત્મા બન્યા વિના ધ્યાન ન કરી શકાય. બહિરાત્મદશાનો ત્યાગ કરી અન્તરાત્મા બની ધ્યાન કરવાનું. જો આપણામાં સમ્યગ્દર્શન છે, તો આપણે અત્તરાત્મા છીએ.
જેની દૃષ્ટિ સમ્યફ હોય તે જ ધ્યેયરૂપ પરમાત્માને જોઈ શકે, અર્થાત્ એકતા કરી શકે. એટલે સમ્યગુ દૃષ્ટિ જીવને જ ધ્યાન કરવા માટે અધિકાર આપ્યો છે.
ધ્યાન કરવા યોગ્ય છે સિદ્ધ પરમાત્મા. આઠેય કર્મોના ક્ષયથી જે આત્માઓનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થયું છે, તે શુદ્ધાત્માઓ ધ્યેય છે, અથવા ઘાતી કર્મોના ક્ષયથી જેઓ અરિહંત બન્યા છે તેઓ ધ્યેય છે. “પ્રવચનસાર” માં કહ્યું છે :
जो जाणदि अरिहंते दबत्त-गुणत्त-पज्जवत्तेहिं ।
सो जाणदि अप्पाणं मोहो खलु जदि तस्स लयं ।। “જે અરિહંતને દ્રવ્ય, ગુણ અને પર્યાયરૂપે જાણે છે તે આત્માને જાણે છે અને તેનો મોહ નાશ પામે છે.' * જુઓ પરિશિષ્ટ ૨૯.
For Private And Personal Use Only