________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન
૩૬૫ ध्याता ध्येयं तथा ध्यानं त्रयं यस्यैकतां गतम् ।
મુનેરનધિત્તર્ણ તસ્ય દુર્ઘ ન વિદ્યતે II9 સારરૂરૂા. અર્થ : જેને ધ્યાન કરનાર, ધ્યાન કરવા યોગ્ય અને ધ્યાન-આ ત્રણ એકપણાને પ્રાપ્ત થયેલ છે, (અને) જેનું ચિત્ત અન્ય સ્થળે નથી એવા તે મુનિને દુઃખ હોતું નથી.
વિવેચન : મુનિ! તારે વળી દુઃખ શાનું? તું દુઃખી હોય જ નહીં. તું તો આ વિશ્વનો શ્રેષ્ઠ સુખી માનવ છે!
પાંચ ઇન્દ્રિયોનો કોઈ પણ વિષય તને દુભવી ન શકે. વૈષયિક સુખોની પ્રાપ્તિમાં નહીં, ત્યાગમાં જ તે સુખ માનેલું છે ને? વૈષયિક સુખોની અપ્રાપ્તિમાં જ દુનિયા દુઃખના પોકાર પાડે છે. મેં તો તારા જીવનનો આદર્શ જ સુખના ત્યાગનો બનાવ્યો છે. પાંચ ઇન્દ્રિયોને તે વશ કરી છે. એ તારી આજ્ઞા વિના જરાય બહાર ન નીકળે. તેં તારા મનને પણ વૈષયિક સુખોમાંથી નિવૃત્ત કરી દીધું છે.
સંસારના ભાવોથી નિવૃત્ત થયેલું મન તારા મહાન ધ્યાનમાં લીન થયેલું છે. ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એક્તા તેં સિદ્ધ કરી છે. પછી તને દુખ હોય જ નહીં.
મુનિરાજ! તમારી સાધના એટલે વૈષયિક સુખોથી નિવૃત્ત થવાની જ સાધના. જેમ જેમ તમે એ સુખોથી નિઃસ્પૃહ બનતા જાઓ, તેમ તેમ કષાયોથી પણ નિવૃત્ત થતા જાઓ, વૈષયિક સુખોની સ્પૃહા જ કષાયોનું પ્રબળ નિમિત્ત છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનાં સુખોની ઇચ્છાને જ નામશેષ કરી દેવાની તમારી સાધના છે. એ માટે તમારે તમારા મનને એક પવિત્ર સ્થળે બાંધી દેવાનું છે. બેયના ધ્યાનમાં તમે લીન બની જાઓ. તમારી માનસિક સૃષ્ટિમાં એ મહાન ધ્યેય સિવાય કોઈને પ્રવેશ ન કરવા દો.
હા, એ ધ્યેય ઉપરથી મન ખસ્યું અને બીજા કોઈ વિષય ઉપર બેઠું તો તમારું સુખ ઝુંટવાઈ જશે. વિશ્વામિત્ર ઋષિનું મન ધ્યેય ઉપરથી ખસ્યું અને મેનકા ઉપર બેઠું, ત્યારે તેમનું પરમ સુખ ઝુંટવાઈ ગયું હતું, તે તમે જાણો છો ને? નંદિષણ અને આષાઢાભૂતિનાં દૃષ્ટાંત તમારાથી અજાણ્યાં નથી ને?
તમે એક જ કામ કરો : વૈષયિક સુખોની સ્પૃહાને મનમાંથી ખોદી ખોદીને બહાર કાઢો. તે માટે વૈષયિક સુખોનો વિચાર ન કરો, વૈષયિક સુખોના મારકપણાનું કે અસારતાનું ચિંતન હવે ન કરો. હવે તો તમે ધ્યેય'માં જ લીન બનવા પ્રયત્ન કરો. જેમ જેમ એ લીનતા વધતી જશે તેમ તેમ તમારું સુખ વધતું જશે. તમે અનુભવતા જશો કે “હું સુખી છું, મારું સુખ વધતું જાય છે.'
For Private And Personal Use Only