________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૪.
જ્ઞાનસાર પારલૌકિક સુખેચ્છાઓ કરીને આત્મા મલિન અને પાપી બને છે. ભોગેશ્ચર્યની કામના આત્માને મૂઢ બનાવનારી છે. માટે તેની કામનાઓથી યજ્ઞ કરવાના નથી. ભોઐશ્વર્યની કામનાના તીવ્ર પ્રવાહમાં તણાતો જીવ ઘોર હિંસક યજ્ઞ પણ કરવા તૈયાર થાય છે. પશુઓને જીવતાં ને જીવતાં ભડભડતી આગમાં હોમીને, (એ રીતે દેવોને ખુશ કરવાની મિથ્યા કલ્પનામાં) મનુષ્યો સુખો ચાહે છે! “ભૂતિમ પશુમેત' એવી શ્રુતિનો એને સહારો મળી જાય છે! યજ્ઞ કરનારા અને કરાવનારા માંસ ભક્ષણ કરે છે! શરાબના જામ ભરીભરીને પીએ છે... ને મિથ્યાશાસ્ત્રોનાં વચનોથી બચાવ કરે છે. પરસ્ત્રીગમનને પણ ધર્મના એક આચરણ તરીકે મનાવે છે. આ રીતે રૌરવ નરકમાં લઈ જનારાં પાપોને, યજ્ઞના નામે સેવે છે.
આપણે આવા યજ્ઞો અને એ યજ્ઞોનું પ્રતિપાદન કરનારાં શાસ્ત્રોથી દૂર જ રહેવું જોઈએ. જ્ઞાનયજ્ઞમાં જ લીન થવું જોઈએ. “આપણો જીવ યજ્ઞકુંડ છે. તપ એ અગ્નિ છે. મન-વચન-કાયાનો પુરુષાર્થ ઘી નાખવાની કડછી છે. શરીર અગ્નિને પ્રદીપ્ત કરનાર સાધન છે. કર્મ લાકડાં છે. સંયમસાધના શાન્તિસ્તોત્ર છે...!” શ્રી ઉત્તરાધ્યયનનાં “યજ્ઞીય-અધ્યયનમાં આવો જ્ઞાનયજ્ઞ બતાવાયો છે.
वेदोक्तत्वान मनःशुद्धया कर्मयज्ञोऽपि योगिनः।
ब्रह्मयज्ञ इतीच्छन्तः श्येनयागं त्यजन्ति किम्? ।।३।।२१९ ।। અર્થ : “વેદમાં કહેલો હોવાથી મનની શુદ્ધિ દ્વારા કર્મયજ્ઞ પણ જ્ઞાનયોગીને બ્રહ્મયજ્ઞરૂપ છે એમ માનનારા “શ્યનયજ્ઞ ને કેમ યર્જ છે?
વિવેચન : “વેદોએ કહ્યું છે માટે સારું.” આવી માન્યતા ન સ્વીકારી શકાય. ભલે મનની શુદ્ધિ હોય અને સત્ત્વશુદ્ધિ હોય; છતાંય એવો કર્મયજ્ઞ ઉપાદેય નથી કે જેમાં ઘોર હિંસા રહેલી છે; જેમાં અજ્ઞાનતાપૂર્ણ દૃષ્ટિ રહેલી છે.
કોઈ વ્યક્તિ એ વેદોક્ત યજ્ઞ કરનારને પૂછે કે “અમે મનની શુદ્ધિપૂર્વક શ્યનયજ્ઞ” કરીએ તો?” તેઓ નિષેધ કરશે. વાસ્તવમાં વેદોમાં કહેલા યજ્ઞોના પરમાર્થને જાણ્યા વિના, પોતાની મતિકલ્પના મુજબ હિંસાપ્રચુર-પાપપ્રચુર યજ્ઞ ક્યારેય સ્વીકાર્ય ન બની શકે. કર્મયજ્ઞને બ્રહ્મયજ્ઞ ન કહી શકાય.
ધ્યેયની શુદ્ધિ કરો. ક્યાં જવું છે? શું પ્રાપ્ત કરવું છે? શું મોક્ષમાં જવું છે? મોક્ષનું ધ્યેય સ્પષ્ટ થયું છે? વિશુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું છે? જો હા, તો
For Private And Personal Use Only