________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિયાગ (યજ્ઞ)
૩૪૫
પાપ-ભરપૂર કર્મયજ્ઞો કરવાનું કોઈ પ્રયોજન નથી. જ્ઞાનયજ્ઞમાં જીવનની પ્રત્યેક ક્ષણ લગાવી દો. દિવસ ને રાત જ્ઞાનયજ્ઞ ચાલતો રહેવો જોઈએ.
ब्रह्मयज्ञः परं कर्म गृहस्थस्याधिकारिणः ।
पूजादि वीतरागस्य ज्ञानमेव तु योगिनः ॥ १४ ॥ । २२० ।।
અર્થ : અધિકારી ગૃહસ્થને કેવળ વીતરાગની પૂજા આદિ ક્રિયા બ્રહ્મયજ્ઞ છે, અને યોગીને જ્ઞાન જ બ્રહ્મયજ્ઞ છે.
વિવેચન : શું બ્રહ્મયજ્ઞ કરવાનો અધિકાર માત્ર મુનિવરોને જ છે? શું યોગીપુરુષો જ બ્રહ્મયજ્ઞ કરી શકે? તો જે ગૃહસ્થો છે, તેમનું શું? ગૃહસ્થ બ્રહ્મયજ્ઞ ન કરી શકે? કરી શકે, પણ તે માટે તેણે અધિકારી બનવું પડે, યોગ્ય બનવું પડે. યોગ્યતાના સંપાદન વિના એ બ્રહ્મયજ્ઞ ન કરી શકે, તે યોગ્યતા છે ૨૪માર્ગાનુસારી ૩૫ ગુણોની, ન્યાયસંપન્ન વૈભવથી માંડી સૌમ્યતાપર્યંત પાંત્રીસ ગુણોથી ગૃહસ્થનું જીવન સુવાસિત હોવું જોઈએ, તો એ બ્રહ્મયજ્ઞ કરી શકે.
ગૃહસ્થ જીવન છે એટલે હિંસાદિ પાપો તો એના જીવનમાં થોડાવત્તા અંશે હોય જ. છતાં જો એનું જીવન માર્ગાનુસારી છે તો તે બ્રહ્મયજ્ઞ કરી શકે છે. તેનો બ્રહ્મયજ્ઞ છે વીતરાગ પરમાત્માનું પૂજન, સુપાત્ર દાન, સાધુસેવા વગેરે, જો કે આ પ્રકારનો બ્રહ્મયજ્ઞ કરવા જતાં બે પ્રશ્ન ઉપસ્થિત થાય છે, પરંતુ સરળ ભાવે તેનું સમાધાન જે કરવામાં આવે તે સ્વીકારવાથી મન નિઃશંક બની જાય છે.
પ્રશ્ન : પરમાત્મ-પૂજનમાં કે સુપાત્રદાનમાં, સાધુસેવામાં કે સાર્મિક ભક્તિમાં રાગ થાય છે, જિનેશ્વરે રાગને હેય બતાવ્યો છે, તો ૫૨માત્મ પૂજનાદિરૂપ બ્રહ્મયજ્ઞ કેવી રીતે ઉપાદેય બને?
સમાધાન : રાગ બે પ્રકારનો છે : પ્રશસ્ત અને અપ્રશસ્ત. સ્ત્રી, ધન, શરીર વગેરે પદાર્થો પરનો રાગ અપ્રશસ્ત રાગ છે. દેવ, પરમાત્મા, ગુરુ અને ધર્મ ઉપરનો રાગ પ્રશસ્ત રાગ છે. અપ્રશસ્ત રાગમાંથી મુક્ત થવા પ્રશસ્ત રાગ કરવો જ પડે. પ્રશસ્ત રાગ દૃઢ બનતાં અપ્રશસ્ત રાગ મંદમંદતર બની જાય છે. પ્રશસ્ત રાગમાં પાપકર્મ બંધાતાં નથી, જે જિનેશ્વરે
૨૪. માર્ગાનુસારીના ૩૫ ગુણોનું વિવેચન વાંચો ‘આત્મમંગલ' પુસ્તકમાં (પ્ર. મહેસાણા).
વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ,
For Private And Personal Use Only