________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શમ
૪૯ आरुरुक्षुर्मुनिर्योगं श्रयेद् बाह्यक्रियामपि। ચોપાઉ૮: શમાવેવ શુધ્યત્યન્તચિઃ Tરૂ સારૂ છે , અર્થ : સમાધિ ઉપર ચઢવાને ઈચ્છતો સાધુ બાહ્ય આચારને પણ સેવે. યોગ ઉપર ચઢેલો અભ્યત્તર ક્રિયાવાળો સાધુ સમભાવથી જ શુદ્ધ થાય છે.
વિવેચન : જે આત્માના હૃદયમાં સમાધિયોગને પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રગટ થઈ છે, તે આત્મા પ્રીતિ અનુષ્ઠાન, ભક્તિ અનુષ્ઠાન અને વચનાનુષ્ઠાન દ્વારા અશુભ સંકલ્પોને દૂર કરી, શુભ સંકલ્પમય આરાધકભાવને સિદ્ધ કરે છે.
પરમાત્મભક્તિ, પ્રતિક્રમણ, શાસ્ત્રવચન, પ્રતિલેખના...વગેરે પરમાત્મ દર્શિત ક્રિયાઓમાં તે આત્માને કેટલો બધો આનંદ હોય! હિમગિરિના “એવરેસ્ટ' પર જવા ઉત્સુક બનેલા પર્વતારોહકોનો થનગનાટ, આરોહણ માટેની તૈયારીઓનો મહાન પ્રયત્ન... બીજું બધું ભૂલી જઈને એક માત્ર “એવરેસ્ટ’ પર પહોંચવાની જ પ્રવૃત્તિ! આ બધું શું નથી જોવા મળતું? સમાધિયોગના ઉત્તુંગ શિખરે પહોંચવા થનગની રહેલા સાધક આત્માનો ઉલ્લાસ, અનુષ્ઠાનોમાં પરમકીતિ અને ભક્તિ તથા બીજી પૌગલિક રમતો છોડીને એકમાત્ર સમાધિયોગ' ના શિખરે પહોંચવાની જ પ્રવૃત્તિ... ક્રિયા.. આ બધું સહજ હોય. વળી તેની સમગ્ર પ્રવૃત્તિ, શાસ્ત્રોએ બતાવેલા માર્ગને અનુસરનારી હોય, તે પણ સ્વાભાવિક છે. શ્રી યોગવિશિકા'માં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે વચનાનુષ્ઠાન'ની આ વ્યાખ્યા કરી છે : “શાસ્ત્રાર્થ ૩પ્રતિસંધાનપૂર્વ સીધો: સર્વત્રોધિતપ્રવૃત્તિ ', “એવરેસ્ટ શિખર પર આરોહણ કરનારાઓ “આરોહણગાઈડ'ને શું સંપૂર્ણ અનુસરતા નથી? ક્રિયાશીલ નથી હોતા? ક્રિયામાં આનંદિત નથી હોતા? ગિરિ-આરોહણની “ગાઈડ' આપનાર પ્રત્યે પ્રીતિસભર અને ભક્તિભીના નથી હોતા? “સમાધિશિખર' પર આરોહણ કરનાર માટે આ બધું જરૂરી છે.
સમાધિશિખર પર પહોંચ્યા પછી મુનિ અંતરંગ ક્રિયાવાળો બને છે. ત્યાં તે ઉપશમ દ્વારા જ વિશુદ્ધ બને છે. ત્યાં અસંગ અનુષ્ઠાનની ભૂમિકા તેને પ્રાપ્ત થાય છે. સાંખ્યદર્શન જેને પ્રશાન્તવાહિતા કહે છે, બૌદ્ધદર્શન જેને વિભાગપરિક્ષય કહે છે, શૈવદર્શન જેને શિવવર્મ કહે છે... તેને જૈનદર્શન અસંગ અનુષ્ઠાન કહે છે... આ અનુષ્ઠાન કરવા તેમને શાસ્ત્રનો વિચાર નથી આવતો, એ તો જેમ ચંદનમાં સુવાસ આત્મસાતુ હોય છે તેવી રીતે * જુઓ પરિશિષ્ટ ક.
For Private And Personal Use Only