________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८
જ્ઞાનસાર अनिच्छन् कर्मवैषम्यं ब्रह्मांशेन समं जगत्।
आत्माभेदन यः पश्येदसौ मोक्षं गमी शमी ।।२।।४२।। અર્થ : કર્મથી કરેલા વિવિધ ભેદને નહીં ઈચ્છતો, બ્રહ્મના અંશ વડે એક સ્વરૂપવાળા જગતને આત્માથી અભિન્નપણે જે જુએ, એ ઉપશમવાળો આત્મા મોક્ષગામી હોય છે.
વિવેચન : “આ બ્રાહ્મણ છે, આ ક્ષુદ્ર છે... આ જૈન છે... આ વિદ્વાન છે... આ અભણ છે... આ કુરૂપ છે..' આવા ભેદ શમરસમાં સર્વાગીણ સ્નાન કરી રહેલા યોગીને દેખાતા નથી. એ તો સકલ વિશ્વને બ્રહ્મસ્વરૂપે જુએ છે... ચૈતન્યમાં અભેદભાવે જુએ છે.
સમરસલીન યોગી ચર્મચક્ષુથી જગતનું અવલોકન કરતો નથી. તેને જગતનું અવલોકન કરવાનું રહેતું પણ નથી. એ તો આત્માના શુદ્ધ સ્વરૂપમાં જ સારાય વિશ્વને નિહાળે છે! આત્મા સિવાય જુદું વિશ્વ તેને જોવાનું હોતું નથી.
બ્રહ્મના બે અંશ છે : એક છે દ્રવ્ય અને બીજો છે પર્યાય. યોગી બ્રહ્મના દ્રવ્યાંશને દૃષ્ટિમાં રાખીને તસ્વરૂપ સારાય વિશ્વને જુએ છે. આત્માની સંસારાકાલીન ભિન્ન ભિન્ન અવસ્થાઓ તે પર્યાયાંશ છે. મનુષ્યપણું, પશુપણું, દેવપણું, નરકપણું, શ્રીમંતાઈ, ગરીબાઈ. આ બધાં આત્માના પર્યાય છે. પર્યાયાંશમાં ભેદ છે. દ્રવ્યાંશમાં અભેદ છે. આ રીતે દ્રવ્યાસ્તિક નયથી કરાતા દર્શનમાં નથી હોતો રાગ કે નથી હોતો કેષ. રાગદ્વેષરહિત દર્શન કરતો શમરસભરપૂર યોગી અલ્પકાળમાં મોક્ષાવસ્થાને પ્રાપ્ત કરે છે. શ્રી ભગવદ્ગીતામાં પણ કહ્યું છે :
विद्याविवेकसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि ।
शुनि चैव श्वपाके च पंडिताः समदर्शिनः । अ. ५ श्लो. १८ ।। સમદર્શી જ્ઞાની પુરુષો વિદ્યા વિવેકવાળા બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં અને ચંડાળમાં કોઈ ભેદ જોતા નથી... તે તો એ બધામાં સમાનપણે રહેલ વિશુદ્ધ આત્મદ્રવ્યને જુએ છે. નથી તેમને બ્રાહ્મણ પર રાગ થતો કે નથી કૂતરા પર તિરસ્કાર થતો.” જીવની દૃષ્ટિમાં જ્યાં પર્યાય' પ્રધાન બને છે ત્યાં વિષમદર્શિતા આવે છે. સાથે રાગ અને દ્વેષ લઈને આવે છે.
For Private And Personal Use Only