________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શમ
विकल्पविषयोत्तीर्णः स्वभावालम्बनः सदा ।
ज्ञानस्य परिपाको यः स शमः परिकीर्तितः ।।१।४१।। અર્થ : વિકલ્પના વિષયથી નિવૃત્ત થયેલ, નિરંતર આત્માના શુદ્ધ સ્વભાવનું આલંબન જેને છે એવો જે જ્ઞાનનો પરિણામ તે સમભાવ કહેવાય.
વિવેચન : કોઈ વિકલ્પ નહીં! જેવી રીતે અશુભ વિકલ્પ નહીં-હું શ્રીમંત બનું. સત્તાધીશ બનું..........આવા વિકલ્પો નહીં તેવી રીતે “હું દાન આપું, હું તપ કરું...” આવા વિકલ્પો પણ નહીં! હવે તો આત્માના અનંત વિશુદ્ધ સૌન્દર્યમાં જ રમણતા કરવાની પ્રતિપળ, પ્રતિદિન.
આ છે જ્ઞાનનો પરિપાક, આત્મપરિણતિરૂપ જ્ઞાનનો પરિપાક, આત્માના શુદ્ધ અનંતગુણમય સ્વરૂપનું જ એક માત્ર પરિણામ. આ નામ છે શમ; આનું નામ છે સમતાયોગ. આ શમ-સમતાની ભૂમિકાએ ત્યારે પહોંચી શકાય કે
જ્યારે અધ્યાત્મયોગ, ભાવનાયોગ અને ધ્યાનયોગની ભૂમિકાઓ પસાર કરી હોય, અર્થાત્ આત્મા ઉચિત વૃત્તિવાળો બની ચૂક્યો હોય, વ્રતધારી બની ગયો હોય, મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યચ્ય ભાવનાઓથી ભરપૂર તત્ત્વચિંતન, શાસ્ત્રપરિશીલનપૂર્વક કરી ગયો હોય; પ્રતિદિન ચિત્તવૃત્તિઓના નિરોધપૂર્વક અધ્યાત્મનો નિરંતર અભ્યાસ કરીને કોઈ એક પ્રશસ્ત વિષયમાં લીન, સ્થિર દીપકની જેમ નિશ્ચલ, ઉત્પાત-વ્યય-ધ્રોવ્યવિષયક સૂક્ષ્મ ઉપયોગવાળું ચિત્ત બનાવી શક્યો હોય, ત્યારે તે સમતાયોગની પ્રાપ્તિ કરી શકે છે.
સમતાયોગી શુભ વિષયમાં ઇષ્ટતાની બુદ્ધિ ન કરે, અશુભ વિષયમાં અનિષ્ટતાની બુદ્ધિ ન કરે. તેની દૃષ્ટિમાં તો શુભ અને અશુભ, બંને વિષયો સમાન ભાસે. “આ મને ઈષ્ટ છે, આ મને અનિષ્ટ છે' તેવો કોઈ વિકલ્પ નહીં. ‘આ પદાર્થ મારા આત્માને હિતકર છે, આ પદાર્થ અહિતકર છે..” તેવો પણ કોઈ વિચાર નહીં. તે તો આત્માના પરમ વિશુદ્ધ સ્વરૂપમાં જ પ્રતિસમય લીન હોય.
સમતાયોગી-શમપરાયણ આત્મા “આમર્ષોષધિ' વગેરેનો ઉપયોગ ન કરે, કેવળજ્ઞાનાવરણ વગેરે કર્મોનો ક્ષય કરે. અપેક્ષા-તંતુનો વિચ્છેદ કરે. અર્થાત્ બાહ્ય કોઈ પણ પદાર્થોની તેને અપેક્ષા ન રહે. બાહ્ય પદાર્થોની અપેક્ષા તો બંધનનું કારણ છે.
For Private And Personal Use Only