________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત૫
૩૮૫ વિવેચન : “ગમે તે થઈ જાય, પરંતુ આ તપ તો કરવું જ' - આવી દઢતા કોને ન હરખાવે? આવી દઢતા બતાવનારને લાખ લાખ અભિનંદન મળતાં હોય છે.
તપસ્વીમાં દઢતા જોઈએ જ, આદરેલાં તપને પૂર્ણ કરવાની દૃઢતા જોઈએ જ. પરંતુ માત્ર તપને પૂર્ણ કરવાની જ દઢતાથી વીરતા નથી મળતી. તે માટે નીચેની સાવધાનીઓ પણ જોઈએ :
(૧) દુર્બાન ન થઈ જવું જોઈએ. (૨) મનોયોગ-વચનયોગ-કાયયોગોની હાનિ ન થવી જોઈએ; અથવા મુનિજીવનના કર્તવ્યરૂપ યોગોની હાનિ ન થવી જોઈએ. (૩) ઇન્દ્રિયોને નુકસાન ન પહોંચવું જોઈએ. દુર્બાન અનેક પ્રકારનું હોય છે. ક્યારેક તો દુર્બાન કરનારને ખ્યાલ નથી હોતો કે તે દુર્બાન કરી રહ્યો છે! દુર્બાન એટલે ખરાબ વિચારો, ન કરવા જેવાં વિચારો. તપસ્વીથી કયા વિચાર ન કરાય, એ શું કહેવાનું હોય છે? જુઓ, એના આ થોડા નમૂના : “મેં આ તપ ન કર્યું હોત તો સારું હતું... મારી તપશ્ચર્યાની કોઈ કદર કરતું નથી... જ્યારે પારણું આવશે?” વગેરે.
તપશ્ચર્યા કરતાં શરીર નબળું પડી જાય ત્યારે કોઈ સેવાભક્તિ ન કરે. તો દુર્ધાન થઈ જાય છે! તે ન થવું જોઈએ. આર્તધ્યાનથી બચવું જોઈએ. યોગોની હાનિ ન થવી જોઈએ. મનની દુર્ગાનથી, વચનની કષાયથી અને કાયાની પ્રમાદથી હાનિ થાય છે.
સાધુજીવનના યોગો : પ્રતિક્રમણ, પ્રતિલેખન, સ્વાધ્યાય, ગુરુસેવા, ગ્લાનસેવા, શાસનપ્રભાવના.. ઈત્યાદિ યોગોમાં શિથિલતા ન આવવી જોઈએ. એવું તપ ન કરવું જોઈએ કે જેથી આ યોગોની આરાધનામાં ખલેલ પહોંચે. સવારના પ્રતિક્રમણમાં સાધુએ જે તપ ચિંતવણીનો કાઉસ્સગ્ન કરવાનો હોય છે તેમાં પણ આ વિચારવાનું હોય છે કે “આજે મારાં વિશિષ્ટ કર્તવ્યોમાં આ તપ બાધક તો નહીં બને ને?” “મારે આજે ઉપવાસ છે... અઠ્ઠમ છે. માટે મારાથી સ્વાધ્યાય નહીં થાય, મારાથી બીમારની સેવા નહીં થાય... હું પડિલેહણ નહીં કરું...' - આવું તપ ન કરાય.
ઇન્દ્રિયોની શક્તિ હણાઈ જવી ન જોઈએ. જે ઇન્દ્રિયોથી સંયમની આરાધના કરવાની હોય છે તે ઇન્દ્રિયો હણાઈ જાય તો સંયમની આરાધના હણાઈ જાય. આંખે દેખાતું બંધ થઈ જાય તો? કાને સંભળાતું બંધ થઈ જાય તો?
For Private And Personal Use Only