________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
જ્ઞાનસાર “પુદ્ગલપરાવર્ત કોને કહેવાય, તેનું જ્ઞાન પરિશિષ્ટમાંથી મેળવજો. અહીં તો કર્મનો કાળ સાથે, કાળના માધ્યમથી આત્મા સાથે કેવો કુમેળ છે, તે બતાવવામાં આવ્યું છે. જ્યાં સુધી આત્મા છેલ્લા પુદ્ગલપરાવર્ત કાળમાં ન પ્રવેશ્યો હોય ત્યાં સુધી કર્મ આત્મધર્મ સમજવા જ ન દે, આત્મધર્મ સ્વીકારવા જ ન દે! હા, પરમાત્માના મંદિરે જાય, પણ પરમાત્માસ્વરૂપની પ્રાપ્તિ માટે ન જાય, પરમાત્મા પાસેથી સાંસારિક સુખો મેળવવાની અભિલાષાથી જાય! ગુરુમહારાજને વંદન કરે, ભિક્ષા આપે, ભક્તિ કરે, પરંતુ સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ માટે નહીં, પરલોકના સુખો મેળવવા માટે! અરે, સાધુપણું પણ લઈ લે! પણ સાધુપણાની આરાધનાથી એ મોક્ષ ન ઈચ્છે, આત્માની વિશુદ્ધિ ન ચાહે, એ ચાહે દેવલોકનાં દિવ્ય સુખો! “ચારિત્રના પાલનથી દેવલોક મળે છે –આવું શાસ્ત્રોમાં સાંભળીને તે ચારિત્ર પણ લે! ચારિત્રપાલન પણ કેવું કરે? નિરતિચાર! છતાં કર્મનાં બંધનોથી મુક્ત થવાનો ભાવ તેને ન જાગે! કર્મ એ ભાવ જ ન જાગવા દે! ત્યાં તો બિચારા જીવને ગરીબ ગાયની જેમ દોરાવું જ પડે!
કર્મોનાં બંધનથી આત્માને મુક્ત કરવાનો વિચાર પણ અચરમાવત કાળમાં ન આવે.. હા, ધર્મ કરતો દેખાય, પરંતુ એ ધર્મસાધના સંસારવૃદ્ધિ માટે જ થાય!
ચરમાવર્તકાળમાં આત્મધર્મ સમજાય. આત્મધર્મની આરાધના ઉપાસના પણ થાય. હા, એક વાત છે... આત્માને કર્મબંધનથી મુક્ત કરવા મથતા મુનિની આસપાસ ફર્મ ચક્કર લગાવ્યા કરે! છિદ્ર શોધે! કોઈ બાકોરું દેખાઈ જાય કે પેસી જાય અને મુનિના મુક્ત પુરુષાર્થને પાંગળો બનાવી દે! રુકાવટો ઊભી કરી દે! એટલે મુનિએ કોઈ છિદ્ર ન પડવા દેવું જોઈએ, કોઈ બાકોરું ન રહેવા દેવું જોઈએ.
પ્રમાદનાં છિદ્રોમાંથી કર્મ પ્રવેશે છે. નિદ્રા, વિષય, કષાય, વિકથા અને મદ્યપાન-આ પાંચ મોટા પ્રમાદ છે. મુનિએ નિદ્રા પર સંયમ મેળવવાનો હોય છે. રાત્રિના બે પ્રહર = છ કલાક જ નિદ્રા લેવાની છે. તે પણ ગાઢ નિદ્રા નહીં. દિવસે નિદ્રાનો ત્યાગ કરવાનો હોય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાંથી કોઈ પણ વિષયમાં આસક્તિ કરવાની નથી. ક્રોધ, માન, માયા અને લોભ-આ ચાર કષાયોને પરવશ થવાનું નથી; વિકથાઓમાં ગૂંથાઈ જવાનું નથી. સ્ત્રીઓ અંગેની ચર્ચા સાધુથી ન કરાય. ભોજનવિષયક વાતોથી વેગળા રહેવાનું છે. દેશની અને રાજા
For Private And Personal Use Only