________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨
જ્ઞાનસાર
જે દૃષ્ટિથી આત્મા પર અનુરાગ થાય, તે દૃષ્ટિ તત્ત્વદૃષ્ટિ કહેવાય. જે દૃષ્ટિથી જડ-પુદ્ગલ પર અનુરાગ થાય, તે દૃષ્ટિ ચર્મષ્ટિ કહેવાય.
પૂર્ણ તત્ત્વષ્ટિ કેવળજ્ઞાની ભગવંતની હોય. પૂર્ણ તત્ત્વદૃષ્ટિમાં સફલ વિશ્વના ચરાચર પદાર્થોનું વૈકાલિક દર્શન થાય. તે દર્શન રાગદ્વેષ વિનાનું હોય; હર્ષશોરહિત હોય, આનંદ-વિષાદ વિનાનું હોય. અરૂપી આત્માનું પણ પ્રત્યક્ષ દર્શન હોય. આ પૂર્ણ તત્ત્વદૃષ્ટિવાળું કેવળજ્ઞાન; કેવળજ્ઞાનીઓએ જે માર્ગે પુરુષાર્થ કરીને મેળવ્યું, તે માર્ગે ચાલવાથી જ પ્રાપ્ત થાય. તે માર્ગ છે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનો.
‘વર્ણ, રસ, રૂપ અને ગંધમાં મોહાધીન ન બનો. આત્મસ્વરૂપમાં રમણ કરનારા બનો, તો જ પૂર્ણતા પ્રાપ્ત થશે,’-આ ઉપદેશનો સાર છે. અનાદિ કાળની આદતોને મન મારીને પણ છોડવા પ્રયત્ન કરો; તે માટે નવી આદતો પાડી દેવી જોઈએ. આત્મસ્મરણ, આત્મરતિ, આત્મસ્વરૂપમાં લીનતા... આ માટે સમ્યગ્ શ્રુતજ્ઞાનમાં લીનતા કરો, સમ્યક્ ચારિત્રથી જીવનને સંયમી કરો.
भ्रमवाटी बहिर्दष्टिर्भमच्छाया तदीक्षणम् ।
अभ्रान्तस्तत्त्वद्रष्टिस्तु नास्यां शेते सुखाशया । । २ । । १४६ ।।
અર્થ : બાહ્યદૃષ્ટિ ભ્રાન્તિની વાડી છે. બાહ્યદૃષ્ટિનો પ્રકાશ ભ્રાન્તિની છાયા છે. પરંતુ ભ્રાન્તિરહિત તત્ત્વની દૃષ્ટિવાળો ભ્રમની છાયામાં સુખની ઈચ્છાથી સૂતો નથી.
વિવેચન : બાહ્યદૃષ્ટિ,
ભ્રાન્તિનાં વિષયવૃક્ષોથી ભરેલી વાડી!
ભ્રાન્તિનાં વૃક્ષોની છાયા પણ ભ્રાન્તિ, વિષનાં વૃક્ષની છાયા વિષ જ હોય ને! બાહ્યદૃષ્ટિ ભ્રાન્તિરૂપ અને બાહ્યદૃષ્ટિનું દર્શન પણ ભ્રાન્તિરૂપ હોય છે.
ભ્રાન્તિનાં વિષવૃક્ષોની છાયામાં તત્ત્વદૃષ્ટિ આત્મા આરામ ન કરે; નિર્ભય બનીને સૂઈ ન જાય. એ જાણતો હોય છે કે અહીં સૂવામાં પ્રાણનું પણ જોખમ છે - કદાચ એ વિષવૃક્ષોની ઘટામાંથી એને પસાર થવું પડે, પણ એ તરફ આકર્ષાય નહીં.
બાહ્યદૃષ્ટિમાં ‘સન્ન’ અને 'મમના વિકલ્પો આવે. બાહ્યદૃષ્ટિ ઉપાદેયને હેય બતાવે અને હેયને ઉપાદેય સમજાવે! સાચા સુખનાં સાધનોમાં દુઃખ સમજાવે અને દુર્ગતિના કારણભૂત સાધનોમાં સુખ સમજાવે! બાહ્યદૃષ્ટિ
For Private And Personal Use Only