________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તત્ત્વદૃષ્ટિ
૨૧૩ ઇન્દ્રિયોના વિષયોમાં અને મનના કષાયોમાં કર્તવ્યબુદ્ધિ પેદા કરે છે અને શમ-દમ-તિતિક્ષામાં...ક્ષમા-નમ્રતા-સરળતા-નિર્લોભતામાં નિઃસારતા બતાવે છે. બાહ્યદષ્ટિના દર્શન-પ્રકાશમાં દેખાય... તે બધું જ ભ્રમણારૂપ સમજવું! તત્ત્વદૃષ્ટિ મહાત્મા બાહ્યદૃષ્ટિના દર્શન-પ્રકાશને જ બ્રાન્ત સમજે. એના સહારે એ વિશ્વના પદાર્થોને જુએ જ નહીં. કદાચ જોવાઈ જાય તો એ દર્શનને સાચું ન સમજે. * બાહ્યદૃષ્ટિની આ ખૂબી છે કે તે વિષયોના ઉપભોગમાં દુ:ખ બતાવે જ નહીં! ઇન્દ્રિયોના ઉન્માદમાં અશાન્તિ સમજાવે જ નહીં. કષાયોના દાવાનળમાં સળગવા છતાં જીવને “હું સળગી રહ્યો છું', તેવું ભાન ન થવા દે. બાહ્યદૃષ્ટિની વાડીમાં વિષવૃક્ષો પર જે લલચાયો, વિષવૃક્ષનાં દેખાવમાં સુંદર, સુગંધી અને સરસ ફળોમાં જે લોભાયો, તે અલ્પ સમયમાં જ ઢળી પડે છે ને ઘોર વેદનાઓ અનુભવે છે.
તત્ત્વદૃષ્ટિ આત્મા તો પોતાના અંતરાત્માના સુખથી જ પૂર્ણ હોય છે. સુખની કામના...સ્પૃહા તેને હોતી નથી. તેથી તે બહિર્દષ્ટિની વાડીમાં જતો જ નથી. કદાચ એ વાડીમાંથી પસાર થવું પડે તો એ વિષવૃક્ષોની વાડીની સુંદરતામાં લુબ્ધ થતો નથી, અંજાઈ જતો નથી કે સુખની ઈચ્છાથી એ વિષવૃક્ષોની છાયામાં બેસતો પણ નથી.
સ્થૂલભદ્રજી અંતઃસુખથી...તત્ત્વદૃષ્ટિના સુખથી પૂર્ણ હતા... કશ્યાએ તેમને વિષવૃક્ષની વાડીમાં જ ઉતારો આપ્યો હતો-ચાતુર્માસ વ્યતીત કરવા! રોજ વિષવૃક્ષોના ભરેલા થાળ સાથે એ મગધની રૂપસુંદરી સ્થૂલભદ્રજીને બાહ્યદૃષ્ટિનાં સુખોથી લલચાવવા પ્રયત્ન કરતી. પરંતુ તત્ત્વદૃષ્ટિવાળા એવા સ્થૂલભદ્રજી શાના લલચાય! તેમણે કોયાને તત્ત્વદૃષ્ટિનું અંજન કરી, તત્ત્વદૃષ્ટિનું અમૃત પાઈ, એવી બનાવી દીધી કે બહિર્દષ્ટિની વાડીમાં રહેવા છતાં કોશ્યા નિર્લેપ રહી શકી.
તત્ત્વદૃષ્ટિ વિના બહિર્દષ્ટિની વાડીમાં કોઈ સલામત બહાર નીકળી શકતો નથી.
ग्रामारामादि मोहाय यद् द्रष्टं बाह्ययादृशा।
तत्त्वदृष्टया तदेवान्तीतं वैराग्यसंपदे ।।३।११४७।। અર્થ : બાહ્યદષ્ટિ વડે દેખેલા ગામ અને ઉઘાન વગેરે માટે મહ થાય છે. તત્ત્વદૃષ્ટિ વડે (તે બધું) આત્મામાં ઊતરેલું વૈરાગ્યની પ્રાપ્તિ માટે થાય છે.
For Private And Personal Use Only